વિરપુર, વિરપુરના તત્કાલિન ટી.ડી.ઓ.નો વાયરલ વીડિયોમાં કર્મચારીઓની લાપરવાહીને લઈ કામની બાબતે ધમકાવતા ગુસ્સામાં અપશબ્દો બોલતા અને કામ ન થાય તો નોકરીએ નહિ આવવાનુ કહેતા દેખાઈ આવતા કામચોર કર્મચારીઓનુ ષડયંત્ર હોવાનુ પણ લોકચર્ચાએ પણ જોર મુકયુ છે.
વિરપુર તાલુકા વિકાસ અધિકારી મહિલા કર્મચારી સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર મહિસગાર જિલ્લાના કર્મચારીઓ અચંબામાં પડી ગયા હતા. તાલુકા પંચાયતના કર્મચારીએ પોતાના ઉપરી અધિકારી કામકાજને લઈ ધમકાવતા અને તેમાં કરેલ ગાળાગલોચ બોલતો વીડિયો વાયરલ થયો છે. જયારે વીડિયો જોતા તાલુકા પંચાયત સાથે જોડાયેલા લોકોના અંદાજે આ વીડિયો જુનો હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. વીડિયોમાં દેખાતા ટી.ડી.ઓ.ની સાબરકાંઠા ખાતે બદલી થઈ ગયાના કેટલાક દિવસો બાદ વીડિયો વાયરલ કરવા પાછળનુ કારણ હજુ અકબંધ છે. જયારે વીડિયોમાં માત્ર અને માત્ર તાલુકા વિકાસ અધિકારી દેખાઈ રહ્યા હોવાનુ અને વીડિયોમાં અન્ય કોઈ કર્મચારી મહિલા છે કે પુરૂષ તે દેખાઈ રહ્યુ નથી જેને લઈ આ સમગ્ર ધટનાની તપાસનો વિષય બની ગયો છે.