તસ્લીમા નસરીનનો હિજાબ મામલે કટાક્ષ , હોટ ડ્રેસમાં જોવા મળેલી ફૂટબોલરની પત્ની બાબતે નસરીને કહ્યું- તેનો બુરખો ક્યાં છે ?

નવીદિલ્હી,

બાંગ્લાદેશની પ્રખ્યાત લેખિકા તસ્લીમા નસરીન કે જેઓ પોતાના મંતવ્યો માટે ઈસ્લામિક કટ્ટરપંથીઓના નિશાના પર છે, તેણે ફરી એકવાર બુરખા અને હિજાબને લઈને ચર્ચા શરૂ કરી છે. બુરખા અને હિજાબનો વિરોધ કરતી તસ્લીમા નસરીને એક ટ્વિટમાં આફ્રિકન ટીમના મોરોક્કન સ્ટાર ખેલાડી અશરફ હકીમી અને તેની પત્ની હીબાની તસવીરો પોસ્ટ કરી, હિજાબ અને બુરખાનું સમર્થન કરતા મુસ્લિમ ધર્મગુરુઓને ટોણો માર્યો. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

બુરખા અને હિજાબનો વિરોધ કરતી નસરીને એક ટ્વિટમાં આફ્રિકન ટીમના મોરોક્કન સ્ટાર ખેલાડી અશરફ હકીમી અને તેની પત્ની હીબાની તસવીરો પોસ્ટ કરી, હિજાબ અને બુરખાનું સમર્થન કરતા મુસ્લિમ ધર્મગુરુઓને ટોણો માર્યો.તસ્લીમ નસરીને આજે ટ્વિટર પર મોરોક્કન સ્ટાર ફૂટબોલર અશરફ હકીમી અને તેની પત્ની હીબા, એક કાર્યક્રમમાં સફેદ પોશાક પહેરેલા ફોટા પોસ્ટ કર્યા અને લખ્યું, “તેઓ બંને મુસ્લિમ છે અને બુરખો કે હિજાબ પહેર્યા નથી.”

તમને જણાવી દઈએ કે ઈરાનમાં મહસા અમીની નામની ૨૨ વર્ષની મહિલાના મોત બાદ બુરખા અને હિજાબના વિરોધમાં મોટા પાયે વિરોધ થયો હતો. તસ્લીમા નસરીને આ વિરોધ પ્રદર્શનો માટે તેમના હિજાબ સળગાવવા અને વાળ કાપવા બદલ ઈરાની મહિલાઓની પ્રશંસા કરી હતી. નસરીને હિજાબને અંધકાર યુગનો પટ્ટો ગણાવ્યો હતો. તેણે કહ્યું હતું કે બુરખો કે હિજાબ ક્યારેય મહિલાની પસંદગી ન હોઈ શકે.