તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં વધુ એક કલાકાર અલવિદા કહેશે

ટીવીનો લોકપ્રિય શો ‘ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા કેટલાક દિવસોથી કલાકારોના એક્ઝિટની અફવાઓને કારણે હેડલાઇન્સમાં છે. હાલમાં જ ગોલીનું પાત્ર ભજવનાર કુશ શાહે શોને અલવિદા કહી દીધું છે. આ પછી, અબ્દુલ એટલે કે શરદ સાંકલાના શો છોડવાના સમાચાર સામે આવ્યા, પરંતુ તેણે પોતે જ પોતાના નિવેદનમાં આ અફવાઓને ફગાવી દીધી. તે જ સમયે, હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આત્મારામ તુકારામ ભીડે પણ શો છોડી શકે છે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આત્મારામ તુકારામ ભીડેનું પાત્ર ભજવનાર લોકપ્રિય અભિનેતા મંદાર ચાંદવાડકર હવે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માંથી પોતાની જાતને પાછી ખેંચી શકે છે. એટલું જ નહીં, એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિનેતા આ શોને એક્સપોઝ કરવા જઈ રહ્યો છે. વાસ્તવમાં, કેટલાક મીડિયા હાઉસે તેનો એક વીડિયો શેર કર્યો છે, જેના થંબનેલ પર ફોટોનું કેપ્શન લખ્યું છે કે, ‘આજે હું સેટનું સંપૂર્ણ સત્ય જાહેર કરીશ’, દયા ભાભી નહીં આવે, હું પણ શો છોડી રહી છું, ગોળી ચલાવવામાં આવી હતી.

હવે આ વીડિયો જોયા બાદ મંદાર ચાંદવાડકરે પોતાનું મૌન તોડ્યું છે અને દુનિયાને સત્ય જણાવી દીધું છે. તેણે ગઈકાલે રાત્રે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક વીડિયો જાહેર કર્યો હતો. આ વીડિયોમાં તેણે પહેલા ફેન્સને જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવી હતી અને પછી તેણે કહ્યું હતું કે આવો મામલો તેની પત્નીના યાનમાં આવ્યો છે, તેથી હવે તે તેના પર સ્પષ્ટતા આપવા માંગે છે. તેણે કહ્યું કે તે આ બધું જોઈને આશ્ર્ચર્યચક્તિ છે અને લોકો સોશિયલ મીડિયાનો કેવી રીતે ફાયદો ઉઠાવે છે તેનાથી દુખી પણ છે.

અભિનેતાએ તેના વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘મિત્રો, કૃપા કરીને અફવાઓ પર વિશ્ર્વાસ ન કરો અને તેને ફેલાવશો નહીં. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ૨૦૦૮ થી મનોરંજન કરી રહી છે અને આવનારા વર્ષોમાં પણ તેમ કરવાનું ચાલુ રાખશે. બસ સત્ય કહેવા માંગુ છું તેથી આ રીલ પોસ્ટ કરી, આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને પ્રેમ. હવે તેના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે તે આ શો છોડી રહ્યો નથી.