તરખંડા, હાલોલ તાલુકાના તરખંડા ગામે છેલ્લા કેટલાક સમયથી સ્મશાનગૃહ પાસે આવેલ હેન્ડપંપ થાળું તુટીને જર્જરિત બની ગયેલ જોવા મળે છે. થાળું તુટીને જર્જરિત બનતા નનામી ઉંચકી જતાં મૃતકના પરિવારના સભ્યોને સ્નાન કરવા માટે ભારે મુશ્કેલીઓ પડી રહી છે.
હાલોલ તાલુકાના તરખંડા ગામમાં આવેલ સ્મશાનગૃહનો હેન્ડપંપ છેલ્લા કેટલાક સમયથી જાળવણીના અભાવે જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયો છે. આ હેન્ડપંપમાં પાણી પુષ્કળ પ્રમાણમાં અને ખુબ જ ઉપર છે. પરંતુ તંત્ર દ્વારા જાળવણીનો અભાવ વર્તાઈ રહ્યો છે. આ હેન્ડપંપનુ થાળું તુટીને મોટી બખોલ પડી ગઈ છે અને નીચેને પીવીસી પાઈ5 પણ દેખાઈ રહી છે. જેથી આ બખોલમાં ઝેરી જાનવર ભરાઈ રહેવાનો ભય રહે છે. અને હેન્ડપંપમાંથી પાણી ભરવામાં પણ ખુબ ડર લાગે છે જયારે ગામમાં કોઈ વ્યકિતનુ અવસાન થાય ત્યારે અંતિમયાત્રાની નનામી ઉંચકી જતા પરિવારના ચાર સભ્યો સ્મશાનમાં રિવાજ પ્રમાણે સ્નાન કરી પવિત્ર થઈને અગ્નિસંસ્કાર કરતા હોય છે પરંતુ આ સ્મશાનગૃહ પાસેના હેન્ડપંપનુ થાળું તુટી ગયુ હોવાથી નનામી ઉંચકી જતાં પરિવારના સભ્યોને હેન્ડપંપના પાસે બેસીને સ્નાન કરવા માટે ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે.