બ્રહ્માંડમાં થયો તારાનો જોરદાર વિસ્ફોટ, NASAએ વીડિયો શેર કરી આશ્ચર્યચકિત કર્યા

અમેરિકી રિસર્ચ એજન્સી નાસા (NASA)એ એક વીડિયો શેર કર્યો છે. જેમાં એક વિશાળ તારાનો વિસ્ફોટ રેકોર્ડ કરવામાં આવ્યો છે. નાસા દ્વારા અંતરિક્ષમાં રેકોર્ડ કરવામા આવેલો આ ધમાકા ધરતીથી લગભગ સાત કરોડ પ્રકાશ વર્ષ દૂર સ્થિત એસએન 2018 જીવી સુપરનોવામાં રેકોર્ડ કરવામાં આવ્યો છે. નાસાએ પોતાના સત્તાવાર ટ્વીટર હૈંડલ પર આ વીડિયો શેર કર્યો છે. સુપરનોવા અંતરિક્ષમાં એક તારોનો સૌથી મોટો વિસ્ફોટ થયો છે.

વીડિયોમાં સુપરનોવા 2018 જીવીની લુપ્ત થતી રોશની જોઈ શકાય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ ઘટના અત્યંત દુર્લભ છે.આ તારાને 1791માં બ્રિટિશ ખગોળશાસ્ત્રી વિલિયમ હર્શેલે ‘spiral nebula’ તરીકે ઓળખાવ્યો હતો. લગભગ એક વર્ષ ટાઈમ-લેપ્સ અનુક્રમ ફૈલા, સુપરનોવા પહેલી વાર આકાશગંગાની બહારના કિનારા પર સ્થિત ઝળહળતા તારા તરીકે દેખાયો હતો. હાઈ ઝેડ સુપરનોવા સર્ચ ટીમના પ્રમુખ નોબેલ પુરસ્કાર વિજેતા એડમ રીસે કહ્યુ હતું કે, હબલ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા રેકોર્ડ કરેલા વિસ્ફોટની રોશની સંસારના કોઈ પણ આતશબાજીની રોશની કરતા વધારે ખૂબ જ વધારે છે. સુપરનોવાની વાસ્તવિક ચમક જાણવા માટે અને આકાશમાં તેની ચમક ને જોવા માટે ખગોળવિદ પોતાની આકાશગંગાથી અંતરની ગણતરી કરી શકે છે. જેનાથી ખગોળવિદોને બ્રહ્માંડના વિસ્તારનું અંતર માપવામાં મદદ મળી શકે છે. હબલ ટેલિસ્કોપથી જાન્યુઆરી 2018માં શરૂઆતી ધમાકા રેકોર્ડ નહોતા થયાં, પણ 2018થી લઈને 2019 સુધી લગભગ એક વર્ષ સતત તસ્વીરો ખેંચવામાં આવી હતી. આ તસ્વીરો ટાઈમ લેપ્સ સિક્વેંસમાં ભેગી કરવામાં આવી છે. જેમાં તારોનો વિસ્ફોટ રેકોર્ડ કરવામાં આવ્યો છે. તે સૂર્યથી 5 અબજ ગણો વધુ ચમકીલો છે.