જૂનાગઢ,જૂનાગઢ તોડકાંડના માસ્ટર માઈન્ડ એવા પીઆઇ તરલ ભટ્ટની પોલીસે કડક પૂછપરછ હાથ ધરી છે, ત્યારે જૂનાગઢ તોડકાંડની તપાસ કરી રહેલ એટીએસને તરલ ભટ્ટ દ્વારા ફ્રીઝ કરાયેલા ૧૦૦ જેટલા એકાઉન્ટની વિગતો હાથ લાગી છે.જેના દ્વારા મોટા તોડ કર્યાની આશંકા સેવાઇ રહી છે.
અમદાવાદથી જૂનાગઢ બદલી થયા બાદ તરલ ભટ્ટ દ્વારા ગેરકાયદેસર રીતે સંખ્યાબંધ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી મોટા તોડ કર્યાની આશંકા છે. જૂનાગઢ તોડકાંડની તપાસ કરી રહેલા ATSને તરલ ભટ્ટ દ્વારા ફ્રીઝ કરાયેલા ૧૦૦ જેટલા એકાઉન્ટની વિગતો હાથ લાગી છે. ફ્રીઝ કરાયેલા એકાઉન્ટના ધારકો પાસેથી કેટલી રકમનો તોડ કર્યો તે અંગે તપાસ હાથ ધરાઈ છે. તરલ ભટ્ટના રિમાન્ડ પૂર્ણ થતાં તેને કોર્ટમાં રજૂ કરી પૂન: રિમાન્ડ માગવામાં આવશે.
માધુપુરા કેસમાં મળેલ બેંક એકાઉન્ટ નંબરવાળા જ એકાઉન્ટ નંબરો ફ્રીઝ કરાયા હતા કે અન્ય એકાઉન્ટ નંબરો? તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. જો પેન ડ્રાઈવ,લેપટોપ એટીએસને મળે તો જ તોડકાંડની તપાસની અસલી દિશા મળે તેવુ લાગી રહ્યુ છે. જેથી સમગ્ર મામલે પોલીસે સમગ્ર મામલે તરલ ભટ્ટની કડક પૂછપરછ હાથ ધરી છે.