’તારક મહેતા…’ની સોનુ ઉર્ફે ઝિલ આ વર્ષે બાળપણના મિત્ર સાથે લગ્ન કરશે

મુંબઇ, ’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સોનુ ઉર્ફે ઝિલ મહેતા આ વર્ષે લગ્ન કરવા જઈ રહી છે. છેલ્લાં ઘણાં સમયથી ઝિલ અને આદિત્ય એકબીજાને ડેટ કરી રહ્યા છે.ઝીલે જણાવ્યું કે લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઝિલ ગુજરાતી બેકગ્રાઉન્ડની છે. જ્યારે આદિત્ય ઉત્તર ભારતીય બ્રાહ્મણ છે. આ વાતને ધ્યાનમાં રાખીને લગ્ન બે રિવાજો અને પરંપરાઓ અનુસાર થઈ શકે છે. વાતચીત દરમિયાન ઝીલે તેના પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ અંગે પણ વાત કરી હતી.

હું મારા જીવનના આ નવા અધ્યાયને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. આદિત્ય અને હું બાળપણના મિત્રો છીએ. અમે કૉલેજ પછી ડેટિંગ કરવાનું શરૂ કર્યું. સાચું કહું તો અમે જાણતા હતા કે અમે એકબીજા સાથે લગ્ન કરીશું. વેલ, બંને એકબીજાથી ખૂબ જ અલગ છે. પરંતુ અમારા પારિવારિક મૂલ્યો અને આકાંક્ષાઓ સમાન છે. અમે બંને આખી જિંદગી એકબીજા સાથે વિતાવવા તૈયાર છીએ.થોડા મહિના પહેલાં આદિત્ય મને પ્રપોઝ કરીને સરપ્રાઈઝ આપવા માગતો હતો. પરંતુ હું આ વિશે પહેલાંથી જાણતી હતી. તેથી જ મેં પહેલેથી જ તૈયારી કરી લીધી હતી (હસે છે) પછી તે ડ્રેસ હોય કે નેલ આર્ટ, બધું જ પરફેક્ટ હતું. ખરેખર, હું તેમને ખૂબ સારી રીતે સમજું છું. તે ઈચ્છે તો પણ મારાથી કંઈ છુપાવી શક્તો નથી.

આદિત્યએ પ્રપોઝ કર્યું તે દિવસ ખૂબ જ ખાસ હતો. આદિત્યએ ૩-૪ રોમેન્ટિક ગીતો પર પરફોર્મ કર્યું હતું. એક ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કર્યું. કપાળ પર ક્સિ કરી હતી. આ મારા માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી.

અમારા પરિવારો એકબીજાને લાંબા સમયથી ઓળખે છે. હા, પરિવારના સભ્યોમાં શરૂઆતમાં થોડી ખચકાટ હતી. ખરેખર, હું ગુજરાતી બેકગ્રાઉન્ડની છું. આદિત્ય ઉત્તર ભારતીય બ્રાહ્મણ પરિવારમાંથી છે. શરૂઆતમાં મારા માતા-પિતા ઈચ્છતા હતા કે હું અમારા જ સમુદાયમાં લગ્ન કરું. પરંતુ, જ્યારે મેં તેમને મારી પસંદગી જણાવી, ત્યારે તેઓ તરત જ સંમત થઈ ગયા હતા. હવે આદિત્ય તેના પુત્રથી ઓછો નથી. બંને પરિવારો ખૂબ જ ખુશ છે.

અમે આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરીશું. તૈયારીઓ શરૂ કરી દીધી છે. હલ્દી, મહેંદી, સંગીત, ફેરા, રિસેપ્શન સહિતના ૪-૫ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું છે. અમે બંનેને ડાન્સનો ખૂબ શોખ છે. તેથી દરેક ફંકશનમાં ડાન્સ થશે. ઉપરાંત, અમે બે રીત રિવાજથી લગ્ન કરવાનું વિચારી રહ્યાં છીએ. એક ગુજરાતીમાં અને બીજી ઉત્તર ભારતીય રિવાજથી.

હું મારા માતા-પિતાનું એકમાત્ર સંતાન છું. મારુ તેમની સાથે સારું બોન્ડિંગ છે. લગ્ન પછી તેમને છોડવું મારા માટે આસાન નહીં હોય. હું તેના વિશે વિચારીને જ નર્વસ થઈ જાઉં છું.મને હજુ પણ ’તારક મહેતા…’ યાદ આવે છે. મેં તે શોમાં લગભગ ૫ વર્ષ વિતાવ્યા છે. મારું આખું બાળપણ શોના સેટ પર વીત્યું. શો સાથે જોડાયેલી દરેક યાદ મારા માટે ઘણી ખાસ હતી. જોકે, મારા પ્રોફેશનલ ગ્રોથ માટે મારે આ શો અધવચ્ચે જ છોડવો પડ્યો.