સબ ટીવીનો સૌથી કૉમેડી અને લોકપ્રિય શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)એ બાર વર્ષથી દર્શકોનું ઘણું મનોરંજન કર્યું છે અને શૉના દરેક કલાકારોએ ફૅન્સના દિલમાં એક અલગ છાપ છોડી છે. જેઠાલાલ (Jethalal)થી લઈને નટુકાકા (Nattu Kaka) સુધીના બધા કલાકારોએ ફૅન્સને ઘણા હસાવ્યા છે. નાના બાળકથી વૃદ્ધા લોકોને આ સીરિયલમાં ઘણો રસ હોય છે. આ શૉના દરેક કલાકારોએ પોતાના કૉમેડીથી દર્શકોનું મન જીતી લીધું છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોઈને કઈ કારણોસર ચર્ચામાં રહે છે. આ સીરિયલ સૌથી વધારે પસંદ કરનારી ટીવી સીરિયલમાંથી એક છે અને ટીઆરપીમાં પણ ટૉપ 5માં પોતાનું સ્થાન બનાવતો આવ્યો છે. શૉના દરેક કલાકાર પોતાની એક્ટિંગના કારણે ચર્ચામાં રહે છે. દરેક કલાકારની પોતાની એક અલગ જ વાર્તા છે, જે ફૅન્સને બાંધી રાખે છે.
લાંબા સમયથી શૉમાંથી ગાયબ થયેલા દયાબેન શૉમાં પાછા ફર્યા નથી, પણ એવું લાગી રહ્યું છે કે જેઠાલાલની પત્ની અને ગરબાક્વીન દયાબેન ટૂંક સમયમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં પાછા ફરી શકે છે. શૉમાં હાલ બતાવવામાં આવી રહ્યું છે કે દયા પોતાની માતાના ઘરે છે, પણ એક દર્શકોને એક હિન્ટ આપવામાં આવી છે, આપ સૌની લોકપ્રિય દયાબેન પાછી શૉમાં ફરી શકે છે.
તાજેતરમાં સીરિયલમાં દયાબેનના ભાઈ સુંદરલાલ જેઠાલાલ માટે એક ખાસ પત્ર લઈને આવે છે. આ પત્રને વાંચ્યા બાદ જેઠાલાલ ઘણા ભાવુક થઈ જાય છે અને તેઓ ઘણા ખુશખુશાલ જોવા મળે છે. સુંદરલાલ જેવી રીતે કીધાં વગર જેઠાલાલના ઘરે પહોંચી જાય છે. જેઠાલાલને લાગે છે કે સુંદરલાલ પોતાની સાથે દયાને લઈને કોઈ ખરાબ સમાચાર લઈને આવ્યો હશે.
ત્યાર બાદ સુંદરલાલ પોતાના નવા બિઝનેસ વિશે બધાને જણાવે છે અને કહે છે કે દયા તરફથી એક પત્ર પણ લાવ્યો છું. પત્રમાં દયા જેઠાલાલને વચન આપે છે કે તે જલદીથી ઘરે પરત ફરવા જઈ રહી છે. દિશા વાકાણી ઘણા સમયથી આ શૉમાં જોવા મળી નથી. જેના કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે હવે તેઓ આ શૉમાં પાછી ફરવા નથી જઈ રહી. હવે આગળ જોવું રસપ્રદ રહેશે કે શું સાચે શૉમાં જેઠાલાલની પ્રિય દયા પાછી એન્ટ્રી મારવાની છે કે નહીં.
બધા જાણે જ છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સબ ટીવીનો સૌથી ચર્ચિત કૉમેડી શૉ છે, આ એક એવો શૉ છે જેને દરેક ઉંમરના લોકોને જોવો ગમે છે. આ શૉના બધા પાત્રો ઘણી સારી એક્ટિંગ કરે છે અને લોકોનું મનોરંજન પણ કરતા રહે છે. દરેક કેરેક્ટર ઘણી સુંદર રીતે પોતાનું પાત્ર ભજવતા રહે છે. કોરોના વાઈરસના રોગચાળા વચ્ચે થયેલા લૉકડાઉનના લીધે શરૂઆતમાં જૂના એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ શૉએ પોતાના ફૅન્સના દિલમાં એક અલગ જ છાપ છોડી છે. હાલ તારક મહેતા શૉએ 12 વર્ષ પૂર્ણ કરીને 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે