ટપ્પર ગામે લગ્ન પ્રસંગમાં ખૂની ખેલ ખેલાયો,બે યુવકોની અટકાયત

આજકાલ રાજ્યમાં ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે, તેવામાં રાજ્યમાં વધુ એક ઘટનાએ અરેરાટી વ્યાપી દીધી છે. અંજાર તાલુકાના ટપ્પર ગામે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સર્જાઈ છે, જેના કારણે લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો છે.

મળતી માહિતી અનુસાર, અંજાર તાલુકાના ટપ્પર ગામે લગ્ન પ્રસંગમાં હત્યાનો બનાવ સામે આવતા પૂર્વ કચ્છ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સમગ્ર હત્યાની ઘટનાનું નિરીક્ષણ કરી તપાસ આરંભી હતી. બન્યું એવું કે જે યુવતીના લગ્ન હતા તેના ભાઈએ યુવતીના પ્રેમીની હત્યા નિપજવી હતી.

તપાસ દરમિયાન મરણજના જયંતિ કોલીના આરોપીઓની બહેન સાથે પ્રેમ સંબંધ હોય જેનું મન દુ:ખ રાખી આરોપીઓએ તેની હત્યા નીપજાવી નાખી હતી હત્યા કરનાર આરોપીઓમાં ચંદન નારાયણભાઈ કોલી રહે ટપ્પર ગામ અને હરેશ મલૂભાઈ કોલી રહે મોટી ચિરઈ વાળાને પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.