તાપી, તાપીમાં નજીવી બાબતે સાળાએ બનેવીની હત્યા કરતા પરિવારમાં માતમ છવાયો છે. મહારાષ્ટ્રના સોરાપાડા ગામમાં રહેતા યુવકની હત્યા કરતા અશ્ર્વિન પાડવી અને રવિ પાડવીએ કરી હતી. બહેનના મોબાઈલને લઈ મામલો ગરમાયો હતો. નિઝર પોલીસે ઘટના સ્થળે પહોંચી ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.
માહિતી મુજબ, તાપીમાં એક પરિવારમાં સાળાએ બનેવીની હત્યા કરી દેતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. તાપીના ડોડવા ગામે આવેલ મહાદેવ મંદિર પાછળ હત્યા કર્યા હોવાનું જાણવા મળ્યું છે. બહેનના મોબાઈલને લઈને મામલો ગરમાયો હતો. પરિણામે સાળાએ બનેવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
મહારાષ્ટ્રના સોરાપાડા ગામમાં રહેતા હેમંત નામના યુવાનની હત્યા કરાઈ હતી. નિઝર પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરવા અંગે વધુ સઘન કાર્યવાહીવ શરૂ કરી છે.