
પાટણ,
ઠંડીથી બચવા તાપણું કરતા લોકો માટે લાલબતી સમાન કિસ્સો બન્યો છે. ઉત્તર ગુજરાતના રાધનપુરમાં તાપણું કરતા સમયે બે લોકો ગંભીર રીતે દાઝ્યાનો બનાવ બન્યો છે. નેશનલ હાઇવેની કામગીરી કરતા પ્લાન્ટ પર બે ઈસમો તાપણું કરતા સમયે દાઝ્યા હતા. તાપણું કરતા સમયે બંનેએ આગમાં કોઈ પદાર્થ નાખવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતં. જેથી તાપણું કરી રહેલ બે ઈસમો આગની લપેટમાં આવ્યા હતા. બંનેને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી. ત્યાર બાદ વધુ સારવાર અર્થે મહેસાણા ખાતે રિફર કરાયા છે.
રાજ્યમાં કાતિલ ઠંડીનો કહેર યથાવત છે. આજે હવામાન વિભાગના લેટેસ્ટ આંકડા અનુસાર, નલિયામાં સૌથી ઓછું ૨.૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ડીસામાં ૭.૮ ડિગ્રી, પોરબંદરમાં ૮.૬ ડિગ્રી, ભૂજમાં ૮.૭ ડિગ્રી, રાજકોટમાં ૯.૪ ડિગ્રી અને અમદાવાદમાં ૯.૭ ડિગ્રી તાપમાન નોંધાયું છે. શિયાળામાં દરેક લોકો ઠંડીથી બચવા માટે તાપણું કરે છે અને ઠંડીથી આંશિક રાહત મેળવે છે. પરંતું આ તાપણું કરવાથી સ્વાસ્થયને ભારે નુક્સાન થાય છે.