અમદાવાદના પોશ વિસ્તારનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. શહેરના હાઈફાઈ ગણાતા વિસ્તારમાં રહેતી મહિલાને લગ્નના ૧૦ વર્ષ બાદ પણ સંતાન થતું ન હતું. ઘણી મેડિકલ સારવાર કરાવી તેમ છતાં મહિલા માતા ન બનતા આખરે ભણેલીગણેલી મહિલાને કોઈકે ભૂવાનું સરનામુ આપ્યું. ભણેલી ગણેલી રૂપકડી મહિલા એક ભૂવાને મળવા ગઈ. ભૂવાએ મહિલાને કહ્યું દિકરો જોઈતો હોય તો જેમ હું કહું એમ તારે કરવું પડશે. મહિલાએ ભૂવાની વાત માની લીધી અને પછી શરૂ થયો ગંદો ખેલ.
ભૂવાએ મહિલાને ફસાવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો અને પ્રેમજાળમાં સાવી દીધી હતી. ભૂવો ખુબ શોખીન હતો. જ્યારે મન પડે ત્યારે આ ડોંગી તાંત્રિક મહિલાના ન્યૂડ ફોટા અને વીડિયો મંગાવતો હતો. એક દિવસ મહિલાનો ફોન પતિના હાથમાં આવી ગયો. પતિએ ફોન ચેક કરતા અચાનક મહિલાએ કોઈને પોતાના નગ્ન ફોટા મોકલ્યાં હોવાનું સામે આવ્યુ. બસ એ જ વખતે ભૂવાના કૌભાંડનો ભાંડો ફૂટ્યો.
પતિએ પોતાની પત્નીને ધમકાવી અને પૂછપરછ કરતા તેણે આખી હકીક્ત જણાવી. શહેરના પોશ વિસ્તારમાં રહેતી મહિલાને લગ્નના દસ વર્ષ સુધી સંતાન સુખ ન મળતા તે ભૂવા પાસે પહોંચી ગઈ હતી. ભુવાએ થોડા સમય સુધી મહિલા પાસે વિધિ કરાવી અને બાદમાં મહિલાને તેના પતિ વિરુદ્ધ કાન ભંભેરણી શરૂ કરી. જેને લઈને મહિલાએ પતિ સાથે વાત કરવાનું બંધ કર્યું હતું. દંપતી વચ્ચે થતા ઝઘડાનો ફાયદો ઉઠાવીને તાંત્રિકે મહિલાને પોતાની પ્રેમજાળમાં ફસાવી દીધી હતી. પછી તો આ તાંત્રિક આ મહિલાને પોતાના ઠેકાણે બોલાની પડખા ગરમ કરતો. મહિલાના નગ્ન વીડિયો અને ફોટા પણ પોતાની પાસે રાખતો. જેથી આ મહિલા એ ભૂવની જાળમાં પુરી રીતે ફસાઈ ગઈ હતી. ભૂવાએ પરિણીતાને એવું કહ્યું હતુંકે, તને ખુબ જબરદસ્ત દીકરો થશે પણ તારે રોજ હું કહું એમ કરવું પડશે. એટલે દીકરા માટે પરિણીતા ભૂવાની ભૂખ સંતોષતી રહી.
એક દિવસ પતિએ પત્નીનો મોબાઇલ આવતા ચેક કરતા તેના ન્યૂડ વીડિયો અને ફોટા મળી આવતા તે હેબતાઈ ગયો. તેને પોતાની માતાને જાણ કરતા તેમણે દીકરાનું લગ્નજીવન તૂટતું બચાવવા અભયમની મદદ માંગી હતી. અભયમની ટીમે પરિણીતાને કાયદાકીય સમજણ આપીને ભૂવા સાથે સંબંધ કાપી નાખવાનું જણાવ્યું હતું. મહિલાને પોતાની ભૂલ સમજાતા તેણે પતિ અને સાસુની માફી માગી હતી અને હવે ભૂવા સાથેના તમામ સંબંધો તોડી નાખવાની બાહેધરી આપતા સુખદ સમાધાન થયું હતું.