ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન આ દિવસોમાં મોટાપાની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. કિમનું વજન અતિશય વધી ગયું છે અને તેના કારણે તે હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. દક્ષિણ કોરિયાની જાસૂસી એજન્સીએ આ માહિતી આપી છે કે, કિમ જોંગ ઉનના અધિકારીઓ વિદેશથી નવી દવાઓ આયાત કરવાનું વિચારી રહ્યા છે. જેથી સરમુખત્યાર સાથે સારી રીતે સારવાર કરી શકાય. રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે કિમની પુત્રીને તેમના ઉત્તરાધિકારી તરીકે તૈયાર કરવામાં આવી રહી છે. આ માટે તેને ખાસ તાલીમ પણ આપવામાં આવી રહી છે.
ઉત્તર કોરિયાના તાનાશાહી શાસક, ૪૦ વર્ષીય કિમ જોંગ ઉનને વધુ પડતી દારૂ પીવાની અને ધૂમ્રપાનની ટેવ છે. આ ઉપરાંત તેમના પરિવારમાં હૃદયની સમસ્યાનો પણ ઇતિહાસ છે. નિષ્ણાતોનું કહેવું છે કે વર્ષ ૨૦૨૧માં કિમ જોંગ ઉનનું વજન ઘણું ઓછું થઈ ગયું હતું. તેની પાછળનું કારણ કડક ડાયટ પ્લાન માનવામાં આવતું હતું. પરંતુ કિમની તાજેતરની તસવીરોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તેનું વજન ઘણું વધી ગયું છે. કિમના વજનને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે અને તેણે હજુ સુધી સત્તાવાર રીતે પોતાના ઉત્તરાધિકારીની જાહેરાત કરી નથી.
હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની સૌથી નાની પુત્રીને કિમની ઉત્તરાધિકારી તરીકે તાલીમ આપવામાં આવી રહી છે. આ સરમુખત્યારની પુત્રીનું નામ કિમ જુ એ છે. તેની ઉંમર માત્ર ૧૨ વર્ષની હોવાનું કહેવાય છે. હાલમાં તેને લઈને ઘણી ગુપ્તતા જાળવવામાં આવી રહી છે. કિમ જૂ એ પહેલીવાર ૨૦૧૩ માં દેખાઈ હતી. ત્યાર પછી એવી અટકળો હતી કે તે કિમ જોંગ ઉનની ઉત્તરાધિકારી બનશે. તે તેના પિતા સાથે ઘણી ઈવેન્ટ્સમાં ભાગ લઈ ચુકી છે.
એનઆઇએસએ ધારાસભ્યોને એમ પણ જણાવ્યું હતું કે કિમ જોંગ-ઉન હવે મોટાપા સામે લડી રહ્યા છે અને લગભગ ૧૪૦ કિલો વજન ધરાવે છે, તેમને હૃદય રોગના ઉચ્ચ પ્રકારના જોખમ છે. લીએ જણાવ્યું હતું કે કિમ સિગારેટ પીવે છે અને ૩૦ ના દાયકાની શરૂઆતમાં હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના લક્ષણો દર્શાવવાનું શરૂ કર્યું હતું.
અહેવાલો અનુસાર,એનઆઇએસ એ શક્યતાને નકારી નથી કે ઉત્તરાધિકાર યોજનામાં અન્ય ઉમેદવાર પણ સામેલ હોઈ શકે છે. ઉત્તર કોરિયાએ હજુ સત્તાવાર રીતે ઉત્તરાધિકારની જાહેરાત કરી નથી.એનઆઇએસએ સાંસદોને કહ્યું કે જુ-એને કેટલી હદે લોકો સમક્ષ ઉજાગર કરવી જોઈએ તે અંગે પણ ચર્ચા થઈ રહી છે. સંભવિત ઉત્તરાધિકારી તરીકેની તેમની ભૂમિકા પર ઉત્તર કોરિયાના લોકો કેવી પ્રતિક્રિયા આપે છે તેના પર પણ નજર રાખવામાં આવી રહી છે.જૂ-એ પહેલીવાર નવેમ્બર ૨૦૨૨માં તેના પિતા સાથે જોવા મળી હતી. તે અમેરિકન શહેરને નષ્ટ કરવા માટે રચાયેલ પરમાણુ-સક્ષમ મિસાઈલ પાસે તેના પિતાનો હાથ પકડીને ચાલી રહી હતી. ત્યારથી, તે હંમેશા તેના પિતા સાથે હથિયારોની તાલીમ, સરકારી કાર્યો અને રમતગમતના કાર્યક્રમોમાં પણ જોવા મળે છે.
સરકારી પ્રચારમાં કિમની પુત્રીની ભૂમિકા લોકોને બતાવે છે કે રાજવંશને આગળ વધારવા માટે બીજી પેઢી રાહ જોઈ રહી છે અને તે તેના અસ્તિત્વ માટે પરમાણુ શસ્ત્રો પર નિર્ભર રહેશે. દક્ષિણ કોરિયાની જાસૂસી સંસ્થાએ તેની ઉંમર આશરે ૧૧ વર્ષની હોવાનું અનુમાન લગાવ્યું છે. તે કિમ અને તેની પત્ની રી સોલ જુના ત્રણ બાળકોમાંથી બીજા નંબરની સંતાન હોવાનું માનવામાં આવે છે.