ચેન્નાઇ,
તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લામાં શનિવારે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં ત્રણ મહિલાઓ સહિત આઠ લોકોના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. પોલીસ હજુ સુધી વિસ્ફોટનું કારણ જાણી શકી નથી.
તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લામાં શનિવારે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં ત્રણ મહિલાઓ સહિત આઠ લોકોના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. પોલીસ હજુ સુધી વિસ્ફોટનું કારણ જાણી શકી નથી.
શનિવારે સવારે થયેલો વિસ્ફોટ એટલો જોરદાર હતો કે નજીકની હોટલની ઇમારત પણ ધરાશાયી થઈ ગઈ હતી, જ્યારે અન્ય ચાર ઈમારતોને આંશિક નુક્સાન થયું હતું, જેમાં ઘણા લોકો ફસાઈ ગયા હતા. પોલીસે જણાવ્યું કે અત્યાર સુધીમાં ૧૨ ગંભીર રીતે ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ ફાયર એન્જિન અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કલાકો સુધી આગ ઓલવવા અને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. સમાચાર લખાય છે ત્યાં સુધી બચાવર્ક્તા કાટમાળમાં ફસાયેલા લોકોની કુલ સંખ્યા જાણી શક્યા નથી. બનાવની ગંભીરતા જોતા મૃત્યુઆંક હજી પણ વધી શકે છે.
પોલીસ અને ફાયર સવસના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. આ પહેલા મંગળવારે વિરુધુનગર જિલ્લાના શિવકાશી ખાતે ફટાકડાના એકમમાં વિસ્ફોટમાં બે મહિલા મજૂરોના જીવ ગયા હતા. કુમાર ઠાકોરે જણાવ્યું હતું કે પઝાયાપેટ્ટાઈ વિસ્તારમાં રવિ નામના વ્યક્તિની માલિકીની ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. ઠાકોરે કહ્યું, “ઓછામાં ઓછા સાત લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે અને અન્ય કેટલાક ઘાયલોને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.”
ઠાકોરે બાદમાં જણાવ્યું હતું કે અકસ્માતમાં વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે ઇજાગ્રસ્તો અને બચાવેલા લોકોને સારવાર માટે ક્રિષ્નાગિરી સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. તે જ સમયે, જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે વિસ્ફોટની અસરને કારણે, એક હોટલની ઇમારત સંપૂર્ણ રીતે તૂટી પડી હતી અને આસપાસના ત્રણ-ચાર મકાનોને આંશિક નુક્સાન થયું હતું.