ચેન્નાઇ, તમિલનાડુના પૂર્વ મંત્રી વી.સેંથિલ બાલાજીને મદ્રાસ હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. મદ્રાસ હાઈકોર્ટે સેંથિલ બાલાજીની જામીન અરજી ફગાવી દીધી છે. તમને જણાવી દઈએ કે પૂર્વ મંત્રીની ઈડીએ ગયા વર્ષે મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી.સુત્રોના જણાવ્યા અનુસાર જણાવ્યા અનુસાર, ચાર મહિનામાં આ બીજી વખત છે જ્યારે ડીએમકે નેતાની અરજી મદ્રાસ હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. આ પહેલા પણ તેણે પોતાના જામીન માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. જો કે તે સમયે પણ હાઇકોર્ટે અરજી ફગાવી દીધી હતી.
જણાવી દઈએ કે, બાલાજીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ૧૪ જૂન, ૨૦૨૩ ના રોજ નોકરી માટે રોકડ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ સમયે તેઓ તમિલનાડુ સરકારમાં પરિવહન મંત્રી હતા.
અગાઉ ૧૨ ઓગસ્ટે ED એ બાલાજી વિરુદ્ધ ૩,૦૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. મદ્રાસ હાઈકોર્ટે ૧૯ ઓક્ટોબરે બાલાજીની અગાઉની જામીન અરજી ફગાવી દીધી હતી. સ્થાનિક અદાલતે તેની જામીન અરજી પણ ત્રણ વખત ફગાવી દીધી છે.