તમિલનાડુના મદુરાઈ જિલ્લામાં કન્ટેનર અને કાર વચ્ચે અકસ્માત, ૪નાં મોત

મદુરાઇ, તમિલનાડુના મદુરાઈ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. જેમાં ૪ લોકોના મોત થયા છે. મદુરાઈના એસપી શિવ પ્રસાદના જણાવ્યા અનુસાર, મદુરાઈ જિલ્લાના તિરુમંગલમ પાસે એક કાર અને કન્ટેનર ટ્રક વચ્ચેની અથડામણમાં ૪ લોકોના મોત થયા છે.

તિરુમંગલમ પાસે ફૂલ સ્પીડમાં જઇ રહેલા કન્ટેનર સાથે કાર ધડાકા ભેર અથડાતા ૪ લોકોના ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત થયા હતા. અકસ્માતની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

તમિલનાડુના મદુરાઈ જિલ્લામાં અન્ય એક ઘટનામાં, એક ટોલ પ્લાઝા કાર્યકરનું રવિવારના રોજ એક ઝડપી ટ્રકની ટક્કરથી મૃત્યુ થયું હતું. આ દુ:ખદ ઘટના મદુરાઈના મસ્તાનપટ્ટી ટોલ પ્લાઝા પર બની હતી. મૃતક સતીશ કુમાર મદુરાઈ જિલ્લાના સખીમંગલમનો રહેવાસી હતો. આ પહેલા શનિવારે સવારે તમિલનાડુના કુડ્ડલોર જિલ્લાના વેપ્પુર પાસે એક કાર રસ્તાની બાજુના ખાડામાં પડતાં ચાર લોકોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે આ અકસ્માત ત્રિચી-ચેન્નઈ નેશનલ હાઈવે પર થયો હતો.