તામીલનાડુના અનેક ભાગોમાં અતિ ભારે વરસાદ વચ્ચે પૂર પરિસ્થિતિ યથાવત જ રહી છે. વરસાદી દુર્ઘટનામાં વધુ ત્રણ લોકોના મોત નિપજ્યા હતા.પુરની હાલતમાં એક ટ્રેન ફસાતા તેમાં પ્રવાસ કરતાં ૮૦૦ મુસાફરોનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું.
તામીલનાડુના દક્ષિણી જીલ્લાઓમાં વરસાદ-પૂરનો પ્રકોપ રહ્યો છે. સતત ત્રણ દિવસથી એકધારા ભારે વરસાદને કારણે શહેરો-ગામડાઓમાં જળબંબાકાર બની રહ્યા છે અને આજે પણ સ્કુલો સહિત શૈક્ષણિક સંસ્થાનોમાં રજા જાહેર કરવામાં આવી હતી. રાજ્યમાં વરસાદી દુર્ઘટનામાં વધુ ૩ના મોત થતા મૃત્યુઆંક ૬નો થયો છે.
તામીલનાડુના થુરુકુડી જીલ્લાના અનેક ભાગોમાં ૨૪ કલાકમાં ૨૧ ઇંચ વરસાદ ખાબકયો હતો. પરિણામે જનજીવન સંપૂર્ણ ઠપ્પ થઇ ગયું હતું. પૂર પ્રભાવિત વિસ્તારોમાં ખાદ્યચીજો-ફૂડ પેકેટ પહોંચાડવા હેલીકોપ્ટરની મદદ લેવામાં આવી હતી.ભારે વરસાદ-પૂર વચ્ચે પરિવહન પ્રભાવિત થયું છે. તિરૃનેલવલી તથા તૂતીકોરીનમાં ૨૪ કલાકમાં અનુક્રમે ૨૭ તથા ૩૭ ઇંચ વરસાદ થતા ટ્રેન સેવા પણ ખોરવાઇ હતી. રેલવે સ્ટેશનો પણ જળબંબાકાર બન્યા હતા. રેલવે ટ્રેક પર પાણી ભરાયા હતા. આ પરિણામે થિરૃચેંદુર તથા તિરૃનેલવેલી વચ્ચે એક ટ્રેન ફસાઇ ગઇ હતી.
એનડીઆરએફની મદદથી ટ્રેનમાં ફસાયેલા ૮૦૦ પ્રવાસીઓને રેસ્કયુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એનડીઆરએફની બે ટીમો તૈનાત કરાઇ હતી. ભારે વરસાદ વચ્ચે શૈક્ષણિક સંસ્થાનો, સરકારી કચેરીઓ તથા બેંકો આજે પણ બંધ રાખવામાં આવી હતી. બચાવ-રાહત કામગીરી ઝડપી બનાવવા માટે રાજ્યપાલે કેન્દ્રીય એજન્સી તથા સૈન્યદળોના અધિકારીઓ સાથે આજે બેઠક કરી હતી.
પૂર પ્રભાવિત જીલ્લાઓની સમીક્ષા કરીને સહાય પહોંચડવા વિશે ચર્ચા કરવામાં આવી હતી. હવામાન વિભાગ દ્વારા વરસાદ ચાલુ જ રહેવાની આગાહી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તામીલનાડુના કાંઠાળ વિભાગોમાં સાયકલોનીક સરકયુલેશનને કારણે દક્ષિણના જીલ્લાઓમાં જોરદાર વરસાદ થઇ રહ્યો છે.ડેમો ઓવરફ્લો થતા તથા નદીઓના રૌદ્ર સ્વરૃપથી અનેક ભાગોમાં પૂર સ્થિતિ સર્જાઇ છે. ક્ધયાકુમારી, તિરૃનેલવેલી, તૂતીકોરીન તથા તેનકાસીમાં એનડીઆરએફ-એસડીઆરએફની ટીમો તૈનાત કરાઇ છે.