ચેન્નાઇ, ત્રિચી સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ડિવિઝન કસ્ટમ અધિકારીઓએ પુડુકોટ્ટાઈ જિલ્લામાં મિમિસાલ બીચ નજીક ઈરલ પન્નાઈ ખાતે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં તેમની પાસેથી ૪૦૦ કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. તેની કિંમત લગભગ ૬૦ લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. કસ્ટમ અધિકારીઓ ડ્રગની દાણચોરી માટે શ્રીલંકામાં દરિયાકાંઠે માછીમારીના ગામોની સતત તપાસ કરી રહ્યા છે. આ મામલામાં તેઓ સુલતાન નામના વ્યક્તિને શોધી રહ્યા છે.
મિઝોરમના લોંગતલાઈ જિલ્લામાંથી ત્રણ મ્યાનમારના નાગરિકો સહિત સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેના પર બિનહિસાબી રોકડ રાખવાનો આરોપ છે. આસામ રાઈફલ્સે આ ઘટનાની જાણકારી આપી છે. એક બાતમીના આધારે, રવિવારના રોજ આરડીએસ બંગટલાંગ જંકશન પાસે પિકઅપ ટ્રકમાં મુસાફરી કરી રહેલા સાત લોકોને પકડવામાં આવ્યા હતા.
ધરપકડ કરાયેલા લોકો પાસેથી કુલ ૨.૮૬ લાખ રૂપિયાનું ભારતીય ચલણ અને મ્યાનમાર ક્યાટ ૪.૭ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. રોકડની હેરફેર માટે વપરાતી પીકઅપ ટ્રક પણ જપ્ત કરવામાં આવી છે.