ચેન્નાઇ,રેડ ગાઉનમાં તમિલ ટીવી અભિનેત્રી શાલિનીએ વિવિધ પોઝ આપીને ડિવોર્સની ખુશી મનાવી છે. આ ટ્રેન્ડિંગ ન્યૂઝની સામાન્ય લોકોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે. લગ્ન પહેલાં પ્રી-વેડિંગ શૂટ, વેડિંગ શૂટને લઈને હાલમાં યુવાનોમાં ખૂબ ક્રેઝ રહે છે. પરંતુ આ ડિવોર્સ ફોટોશૂટે સોશિયલ મીડિયામાં તરત જ પોતાની જગ્યા બનાવી લીધી છે.
આજના યુવાનો દરેક દિવસને ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. સગાઇની વર્ષગાંઠ, લગ્નની વર્ષગાંઠને લોકો ખુશી સાથે ઉજવે છે, પરંતુ મહિલાએ તલાકની પણ ખુશી મનાવી છે. જે સાબિત કરે છે કે, હવે યુવા જીવનની દરેક ખુશી અને ખરાબ ક્ષણોને કેજ્યુઅલી રીતે લેવા માંગે છે.
શાલિનીની છૂટાછેડાની ઉજવણી કરતી એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઇ રહી છે. પતિ સાથે છૂટાછેડા બાદ શાલિનીએ કરાવેલ ફોટોશૂટ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.