તમિલ સુપરસ્ટાર સૂર્યાએ મુંબઈમાં ૭૦ કરોડની કિંમતનો ફલેટ ખરીદયો

મુંબઈ,સાઉથ સ્ટાર સુર્યા અને તેની પત્નિ જયોતિકાએ મુંબઈમાં ૭૦ કરોડ રૂપિયાનો ફલેટ ખરીદયો છે. સુત્રો મુજબ સૂર્યા અને જયોતિકા પોતાના બાળકોના શિક્ષણ અને તેને સંબંધિત કેરિયરમાં મદદને લઈને મુંબઈમાં શિફટ થયા છે.હાલમાં જ સુર્યાએ પાપારાજી (ફોટોગ્રાફર)ને રિકવેસ્ટ કરતા કહ્યું હતું કે તેમના બાળકોનાં ફોટા કલીક ન કરે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી હંમેશા તેનું ફેમીલી મુંબઈમાં જોવા મળી રહ્યું છે.

કથિત રીતે સુર્યાએ તેના બાળકો દેવ અને રિયાનું એડમીશન મુંબઈની એક સ્કુલમાં કરાવ્યું છે સાથે સાથે એ પણ બહાર આવ્યું છે કે જયોતિકાએ એક વેબસીરિઝ સાઈન કરી છે એટલે સુર્યા અને જયોતિકાએ મુંબઈમાં શિફટ થવાનો પ્લાન કર્યો છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સુર્યાને છેલ્લે આર.માધવનની ફિલ્મ ‘રાકેટ્રી-ધી નવી ઈફેકટ’માં કેમિયો રોલમાં જોવામાં આવ્યો હતો. હાલમાં તે ડાયરેકટર સરૂથાઈ શિવાની સાથે પોતાની આગામી ફિલ્મનું શુટીંગ કરી રહ્યો છે. અક્ષયકુમારની ‘સોરારઈ પોટરૂ’ની હિન્દી રિમેકમાં પણ તેનો કેમિયો છે.