તમિલ સુપરસ્ટાર થાલાપથી વિજયે ગુરુવારે ચેન્નાઈના પાનીયુરમાં પાર્ટીના મુખ્યમથક ખાતે તેમના નવા સ્થાપિત રાજકીય પક્ષ, તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે) ના વજનું અનાવરણ કર્યું હતું. પીળા અને લાલ વજનું અનાવરણ કર્યા બાદ વિજયે ટૂંકું ભાષણ આપ્યું હતું. વજમાં હાથીદાંતના બે ટસ્ક અને તારાઓથી ઘેરાયેલા વાગાઈના ફૂલનું પ્રતીક છે. સંગમ સમયગાળા દરમિયાન, તમિલ રાજાઓ વિજયના પ્રતીક તરીકે વગાઈના ફૂલોની માળા પહેરતા હતા.
પોતાના ભાષણમાં વિજયે કહ્યું, “આપણો વજ આપણા રાજ્યનું પ્રતીક બનશે. વજ સાથે, અમે અમારા પક્ષનું ગીત પણ રજૂ કરી રહ્યા છીએ. અમારો વજ આખા દેશમાં ફરશે અને તમિલનાડુ હવેથી વધુ સારું થશે. પાર્ટીના જનરલ સેક્રેટરી અને પુડુચેરીના ભૂતપૂર્વ ધારાસભ્ય, બસ્સી આનંદે સભાનું સ્વાગત કર્યું. વિજયની રાજનીતિમાં પ્રવેશ ચોક્કસપણે તમિલનાડુના વર્તમાન રાજકીય સમીકરણોને બદલી નાખશે. વિજય પોતે એક સ્ટાર છે અને તેની ફેન ક્લબ ’વિજય મક્કલ અયકામ’ના ૧૦ લાખ સભ્યો છે.
ફિલ્મ ’નલાઈયા થીરપુ’ (૧૯૯૨)માં મુખ્ય અભિનેતા તરીકેની એન્ટ્રી બાદ તરત જ ફેન ક્લબની રચના થઈ હતી. વિજય મક્કલ અયકામ હવે ઓલ ઈન્ડિયા થલાપતિ વિજય મક્કલ અયકામ તરીકે નોંધાયેલ છે.
વિજય એ તમિલ સ્ટાર્સની યાદીમાં સામેલ થઈ ગયો છે જેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. આમાં અભિનેતા એમજી રામચંદ્રન,જેમણે છૈંછડ્ઢસ્દ્ભ ની સ્થાપના કરી હતી અને તમિલનાડુના સૌથી લોકપ્રિય મુખ્ય પ્રધાનોમાંના એક બન્યા હતા અને ડૉ જે જયલલિતાનો સમાવેશ થાય છે. તેમણે માત્ર રાજનીતિમાં જ ભવ્ય એન્ટ્રી નથી કરી પરંતુ રાજ્યના શક્તિશાળી મુખ્યમંત્રીઓની યાદીમાં પોતાનું નામ પણ નોંધાવ્યું છે.
જો કે, રાજકારણમાં જોડાતા તમામ તમિલ કલાકારો સફળતાની વાર્તાઓ લખતા નથી. ઉદાહરણ તરીકે, શિવાજી ગણેશન, વિજયકાંત અને કમલ હાસન તમિલનાડુના રાજકારણમાં એટલા સફળ ન હતા. તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જીવંત દંતકથા, રજનીકાંતે ૨૦૧૬ની વિધાનસભાની ચૂંટણી પહેલા જ તેમના રાજકીય પ્રવેશની જાહેરાત કરી હતી, પરંતુ પછીથી નાદુરસ્ત તબિયતને કારણે પીછેહઠ કરી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજયની પાર્ટીએ પોતાની ક્ષમતા બતાવી છે. ૨૦૨૧ની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં,એઆઇટીવીએમઆઇએ ૧૬૯ બેઠકો પર ચૂંટણી લડી હતી અને ૧૧૫ બેઠકો જીતી હતી. વિજય ૨૦૨૬ની વિધાનસભાની ચૂંટણીઓ પર યાન કેન્દ્રિત કરી રહ્યો છે અને તેણે પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે તે સપ્ટેમ્બરમાં બહુપ્રતિક્ષિત એક્શન થ્રિલર ગોટાની રિલીઝ પછી ફિલ્મોમાંથી નિવૃત્તિ લેશે.