પ્રભાસપાટણ,સોમનાથમાં યોજાનાર તમિલ સંગમ કાર્યક્રમમાં આવનારા ત્રણથી પાંચ હજાર લોકોને તામિલનાડુથી ગુજરાત લાવવાનો ખર્ચ કેન્દ્ર સરકાર અને રાજયમાં રહેવા-જમવાનો ખર્ચ ગુજરાત સરકાર ભોગવશે તેઓને જુદા જુદા સ્થળોનાં પ્રવાસે પણ લઈ જવા કાર્યક્રમ ઘડાયા છે.તા.૧૭ થી ૩૦ એપ્રિલ દરમ્યાન સોમનાથ, દ્વારકા વગેરે સ્થળોએ સૌરાષ્ટ્ર તામિલ સંગમનુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ખાતે ઉદઘાટન કરશે.
સરકારના પ્રવક્તા મંત્રી ૠષિકેશ પટેલે કાર્યક્રમનાં અંગેના ખર્ચ વિશે કહ્યું હતું કે કાર્યક્રમ પૂર્ણ થાય તે પછી જ ખરેખર કેટલો ખર્ચ થયો તેના માહીતી મળી શકે. હાલ રાજય સરકાર જે ત્રણથી પાંચ હજાર જેટલા મૂળ સૌરાષ્ટ્રના અને હાલ તામિલનાડૂમાં વિવિધ સ્થળોએ વસતા નાગરીકો ગુજરાત આવશે.
તેમના રહેવા-જમવા, સ્થાનિકો સ્થળો બતાવવા સહીતના ખર્ચ ભોગવશે. ૧૪ એપ્રિલથી દરરોજ અંદાજે ૨૫૦ થી ૩૦૦ વ્યક્તિઓની બેચ સાથે એક વિષેશ ટ્રેન મદુરાઈથી ગુજરાત આવશે. ગુજરાતમાં આવનારા દરેક યાત્રીકો માટે સોમનાથ મહાદેવના સામુહીક દર્શન-પુજન લાઈટ એન્ડ સાઉન્ડ શો નિર્દેશન ઉપરાંત વિવિધ સ્પર્ધાઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. તે ઉપરાંત દ્વારકાધીશ મંદિર, નાગેશ્ર્વર, શિવરાજપુર બીચ અને સ્ટેચ્યુ ઓફ યુનીટીના પ્રવાસે પણ લઈ જવાશે.