
મુંબઇ, તમિલ ઈન્ડસ્ટ્રીમાંથી દુ:ખદ સમાચાર આવી રહ્યા છે. દિગ્દર્શક વેટ્રીમારનના સહાયક નિર્દેશક અને સહાયક અભિનેતા સરન રાજનું રોડ એક્સિડન્ટમાં નિધન થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે, ચેન્નઈના કેકે નગર વિસ્તારમાં સરનની બાઇકને એક ઝડપી કારે ટક્કર મારી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. એક સપોર્ટિંગ એકટર દારૂના નશામાં આ કાર ચલાવી રહ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. સરન રાજના નિધનના સમાચારથી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
જણાવી દઈએ કે વેટ્રી મારન દેશના પ્રખ્યાત ફિલ્મ નિર્માતાઓમાંના એક છે. સ્વર્ગસ્થ સરન રાજે તેમની પ્રખ્યાત ફિલ્મ ’વડા ચેન્નાઈ’માં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું. આ ઉપરાંત તેણે વડા ચેન્નાઈ અને અસુરનમાં પણ સહાયક ભૂમિકાઓ ભજવી હતી. સરન રાજ મદુરાવોયલની ધનલક્ષ્મી સ્ટ્રીટમાં રહેતો હતો. ૮મી જૂને રાત્રે ૧૧:૩૦ કલાકે કે.કે.નગરના આર્કોટ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન કાર સવારે તેમને કચડી નાખ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે સરને હેલ્મેટ પહેર્યું ન હતું, જેના કારણે તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી.
અકસ્માત અંગે મુસાફરોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ ટીમ સરન રાજને હોસ્પિટલમાં લઈ ગઈ જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પોલીસે આરોપી સહાયક અભિનેતા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તેમજ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ અકસ્માત સાલીગ્રામમના રહેવાસી પલાનીઅપ્પનની કારમાં થયો હતો. કાર ચલાવતી વખતે પલાનીપ્પન નશામાં હતો.