નવીદિલ્હી,
તમામ ધર્મોમાં યુવતીઓના લગ્નની ઉમર યુવકોની સમાન કરવાની વિનંતી કરનારી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ મામલામાં મોટી ટીપ્પણી કરતા સીજેઆઇ ડી વાય ચંદ્રચુડે કહ્યું કે બંધારણના રક્ષક તરીકે અદાલતનની પાસે વિશેષાધિકાર નથી, બંધારણની રક્ષા માટે સંસદની પાસે પણ આટલો જ અધિકાર છે સંસદની પાસે અધિકાર છે કે તે કોઇ પણ કાનુનમાં સુધારો કરી શકે છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કાનુનમાં સુધારાનો મામલો છે આવામાં અદાલતે આ મામલામાં સંસદને કાનુન લાવવાનો આદેશ આપી શકે નહીં જો અદાલત લગ્નની ૧૮ વર્ષની ઉમરને રદ કરી દજે છે તો પછી લગ્નની કોઇ ન્યુનતમ ઉમર રહી શકશે નહીં સુપ્રીમ કોર્ટે અરજીકર્તા ભાજપ નેતા અને વકીલ અશ્ર્વિની ઉપાધ્યાયને કહ્યું કે આ કોઇ રાજનીતિક મંચ નથી અમને એ શિખડાવશો નહીં કે બંધારણના રક્ષક તરીકે અમારે શું કરવું જોઇએ આ જનહિત અરજીને માખૌલ બનાવશો નબીીં આ મામલામાં ભાજપ નેતા અને વકીલ અશ્ર્વિની ઉપાધ્યાય તરફથી અરજી દાખલ કરવામાં આવી છે.
આ પહેલા યુવક યુવતીઓના વિવાગની ન્યુનતમ ઉમર નક્કી કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટે પક્ષકારપોને નોટિસ જારી કરી હતી કોર્ટમાં દાખલ જનહિત અરજી અનુસાર કોર્ટને એ બાબતમાં નક્કી કરવા કહ્યું છે કે ધાર્મિક માન્યતાઓથી અલગ હટી કાનુન બને જેમાં વિવાહની એક સમાન ઉમર નક્કી થાય વિવાહની ન્યુનતમ ઉમર પણ નક્કી કરવામાં આવે જે તમામ નાગરિકો પર લાગુ થાય.