તાલુકા વિકાસ અધિકારી દ્વારા જ વિકાસમાં આડા રોળા સોમવારે ગોધરા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીની જોહુકમી ના વિરોધમાં ભુખ હડતાળ

  • સરકારની યોજનાઓ પ્રમાણે કામગીરી પૂર્ણ કરવા છતાં ચુકવણા કરવામાં મનમાની.
  • લાખો રૂપીયાના બિલ બાકી હોવા છતાં મનમાની કરીને ચુકવાતા નથી.
  • બિલો અટકાવવાની ટી.ડી.ઓ. સામે સરપંચોની તથા સભ્યોનો વિરોધ.
  • અવારનવાર રજુઆત કરવા છતાં ટી.ડી.ઓ. દ્વાર મનમાની કરાઈ રહી છે.
  • મનમાનીના વિરોધમાં અને ગ્રામ્ય વિસ્તારનો વિકાસ રૂધાતા સરપંચો સોમવારથી ભૂખ હડતાળ ઉપર ઉતરશે.
  • એકસૂરે ટી.ડી.ઓ.ને બદલી કરવાની માંગ સાથે સામૂહિક પ્રદર્શન યોજશે.

ગોધરા,
ગોધરા તાલુકા પંચાયતના બામરોલી ખુદ પંચાયત સહીતના અન્ય વિસ્તારોના સરપંચોને વિકાસના કામોની કામગીરીની સરખામણીમાં નિયમીતપણે બિલો મંજુર કરવામાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા મનમાની કરવામાં આવી રહી હોવાથી તેઓના વિરુદ્ધમાં સરપંચો એ બાંયો ચઢાવી છે. લાખો રૂપીયાના કામો કરવા છતાં કોઈ ને કોઈ કારણોસર બિલો અટકાવવામાં આવતાં વિકાસ રૂધાઈ રહ્યો હોવાથી આગામી સોમવારથી સરપંચો તથા ચુંટાયેલા સભ્યો દ્વારા ભૂખ હડતાળ પર જોડાનાર છે.

ગોધરા તાલુકાની બામરોલીખુદ ગ્રુપ ગ્રામપંચાયતના સરપંચ રમણભાઈ ચંદુભાઇ બારીઆ ચાર વર્ષથી નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિકપણે સેવા આપે છે. ગ્રામપંચાયતના વિકાસ માટે તાલુકા પંચાયત ગોધરા દ્વારા તા.૨૯/૦૯/૨૦૨૦ થી બામરોલી ખુર્દ ગામે કાલીયાકુવા રાજેન્દ્રભાઇ રવાભાઈના ઘર થી અભેસિંહ ફ. નો એપ્રોચ રોડ અંદાજીત રકમ રૂ .૧.૦૦ લાખ તથા તા. ૨૮ ૯/૨૦૨૦ થી કાલીયાકુવા ગામે હરીજન ઉદેસિંહ ગજાભાઇના ફ. સી.સી. રોડ માટે રકમ રૂ. ૧.૦૦ લાખ તથા બામરોલી ખુર્દ ગામે મોહનભાઇ ફતાભાઈ ના ઘરથી સાલમભાઇ ના ઘર તરફ નું કામ રૂ. ૧.૦૦ ને સરકારની વિવિધ યોજનામાંથી ગામના વિકાસ માટે મંજુર કરેલ છે. અને વર્કઓર્ડર આપેલ છે.

આ કામો એસ્ટીમેટ તેમજ પ્લાન મુજબ ગ્રામપંચાયતે કામ કરેલ છે તેના માટે તાલુકા પંચાયત, ગોધરામાં કામના નાણાંની ચુકવણી ના બિલો માટે જરૂરી દસ્તાવેજ સાથે તાલુકા પંચાયતમાં બાંઘકામ શાખામાં આપેલ છે .
તાલુકા પંચાયતના એ.ઓ એ સ્થળ પર આવી જરૂરી એસ્ટીમેટ અને પ્લાન મુજબ કામની – ચકાસણી કરીને એમ.બી રેકર્ંડ કરેલ છે. ત્યારબાદ ડે.ઇજનેરએ કામને કમ્પલીશન સર્ટીફીકેટ ( સી.સી. ) આપેલ છે.

તમામ કામો નિયમાનુસાર થયેલ હોવા છતાંપણ તાલુકા વિકાસ અધિકારીને સંતોષ ન થતા તેમણે સ્થળ ઉપર તપારા કરી અને આજુ બાજુના લોકોના નિવેદનો પણ લીધેલા છે અને તમામ કામો નિયમ મુજબના છે . તેમ છતાંપણ કામ ના બિલો માટે તાલુકા વિકાસા અધિકારીએ બિલોની ચુકવણી કરેલ નથી. જેના કારણે દિવાળીના સમયમાં મજુરો તેમજ સિમેન્ટ, કપચી, રેતી આપનારના બિલો ચુકવાયેલ નથી. અને સદર મજુરો અને દુકાનદારો દ્વારા અમારી પાસે . નાણાંની ઉધરાણી કરવામાં આવેલ છે. જોકે, આ કામગીરી કરવા છતાં ટી.ડી.ઓ. દ્વારા મનમાની કરીને બિલો મંજુર કરવામાં નહીં આવતા આ ટી.ડી.ઓ.ના જોહુકમી તથા કાર્ય પદ્ધતિ સામે વિરોધ દર્શાવવાનું નકકી કરવામાં આવ્યું છે.

ટી.ડી.ઓ. એ જીદ પકડી…..

તા.૦૫/૧૧/૨૦ના રોજ આ પ્રશ્ર્ને રજુઆત કરતા ટી.ડી.ઓ. એ જણાવ્યું હતું કે ફાઈલ જીલ્લામાં મોકલાયેલ છે. ત્યારબાદ આ બાબતે ડે.ડી.ડી.ઓ. રાઠવાને રજુઆત કરાતા આવી કોઈ ફાઈલ અમોને રજુ નહીં થઈ હોવાનંું જણાવ્યું હતું. પછીથી આ બાબતે ચર્ચા કરવા છતાં પણ પૂન: ટી.ડી.ઓ.એ સ્થળ ઉપર જવાની જીદ પકડીને તમામ ચકાસણી કરીને તમામ કામો નિયમોનુસાર અને પ્લાન એસ્ટીમેન્ટ મુજબ થયેલા છે.

સરપંચ રમણભાઈ પટેલ :

મારી કામગીરી સારી છે. વારંવાર ક્ષતિઓ કાઢીને હેરાનગતિ કરીને મારી આબ‚ને નુકશાન પહોંચાડયું છે. તમામ કામો નિયમોનુસાર પ્લાન એસ્ટીમેન્ટ મુજબ કરેલ હોવા છતાં ગામમાં એક જ કામની વારંવાર તપાસ થવાના કારણે સરપંચ તરીકે મારી પ્રતિષ્ઠાને ખૂબ નુકશાન પહોંચેલ છે. મારા મતદારોમાં પણ ખોટી છાપ પડેલ છે. મારી સરપંચની સારી પ્રતિષ્ઠાને ખૂબ નુકશાન થયેલ છે. આ ગામની પ્રતિષ્ઠાને નુકશાન થતાં ખૂબ આધાત લાગે છે.

ટી.ડી.ઓ.ની મનમાની નહીં ચાલે : અરવિંદસિંહ પરમાર, ઉપપ્રમુખ, ગોધરા તાલુકા…

જ્યારથી હેતલબેન ટી.ડી.ઓ. તરીકે નિમણૂંક પામ્યા છે. ત્યારથી આખા તાલુકાના સાથી સભ્યો તથા સરપંચોમાં ભારે નારાજગી છે. અવારનવાર કોઈ ને કોઈ કારણોસર તથા યોજનાકીય બાબતોને સરપંચો સાથે પરામર્શ કર્યા વિના બારોબાર થોભી દઈને પોતાનું લક્ષ્યાંક સિદ્ધ કરવાના નો સરપંચો પણ વિરોધ કરી રહ્યા છે. અત્યાર સુધી વિવિધ યોજનાને જે કઈ ગ્રાન્ટ મંજુર કરાઈ છે. તેની સરખામણીમાં ગ્રાન્ટ અપાતી નથી. જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ રુંધાઈ રહ્યો છે. વિકાસના કામને વેગ આપવાને બદલે ગુંચવાડો કરાઈ રહ્યો છે. વિકાસના કામ પૂર્ણ કરવા તથા બિલ મંજુર કરવાને બદલે ટી.ડી.ઓ. મનસ્વી વલણ અપનાવી રહ્યા હોવાથી સોમવારથી સરપંચો તથા ચુંટાયેલા સભ્યો ભૂખ હડતાળ પર જનાર છે.