દાહોદ,દાહોદ જીલ્લાના તાલુકાદીઠ મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમ હેઠળનો “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાવામાં આવનાર છે. અરજદારોએ પોતાની અરજી તાલુકા કક્ષાએhttps://swagat.gujarat.gov.in/citizenEntry.aspx?frm=ws પર તેમજ જીલ્લા કક્ષાની અરજી https://swagat.gujarat.gov.in/citizenEntry.Ds.aspx?frm=ws પર તા. 10-02-2024 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે.
દાહોદ જીલ્લાના અરજદારોની રજૂઆતોના સરળ નિરાકરણ અર્થે મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમ હેઠળના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની મળેલ સફળતા પછી નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાએ પ્રજાના પડતર પ્રશ્ર્નોનો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાનો કાર્યક્રમ તા. 21-02-2024ના રોજ સવારના 11: 00 કલાકે તાલુકા સ્વાગત લાયઝન અધિકારીઓની હાજરીમાં યોજાશે તેમજ જીલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ 22-02-2024 ના રોજ યોજાશે.
જેથી સબંધિત તાલુકાના નાગરિકોએ તેઓના (સેવાકીય, કોર્ટમેટર, રહેમરાહે નોકરી, પેન્શન સિવાયના) પ્રશ્ર્નો લેખિતમાં તા.10-02-2024 સુધીમાં તાલુકા મામલતદાર અને એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની કચેરીઓમાં રૂબરૂ અથવા ઓનલાઇન રજૂ કરવાના રહેશે.
અરજી ઉપર “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” એવુ સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. તા. 10-02-2024 સુધીમાં મળેલી અરજીઓનો જ ચાલુ માસના સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે, એમ નિવાસી અધિક કલેક્ટરની અખબારી યાદીમાં જણાવાયું છે.