બાલસીનોર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા આગામી ભાદરવી પૂનમ નીમીત્તે મોટી સંખ્યામાં અંબાજી જતા પદયાત્રીઓ બાલાસિનોર વીસ્તાર માંથી પસાર થતા બાલાસિનોર દેવ ચોકડી થી સાઠંબા જતા હાઇવે રોડ નજીક આવેલ વીસામાઓમાં રોકાણ કરતા હોય છે .
પ્રાપ્ત વિગતો અનુસાર આ વીસામાઓ ખાતે પદયાત્રીઓ સાથે કોઈ અકસ્માતનો બનાવ ન બને તે સારૂં વીસામા ખાતે બેરીકેટો તથા જરૂરી સુચનાઓનાં બોર્ડ મુકવામાં આવ્યા તથા પદયાત્રીઓને રેડીયમ લગાવેલી સ્ટીકો આપવામાં આવી તથા પદયાત્રીઓના વાહનોને રેડીયમ સ્ટીકર લગાવવામાં આવ્યા. બાલાસિનોર તાલુકા પોલીસ પીઆઇ અમિત દેવધા, પીએસઆઇ નીરવ ભુરીયા અને અને તેમનો સ્ટાફ સેવાકિય કાર્યમાં હંમેશા આગળ રહે છે.