તાલુકા કક્ષાનો સાંસદ ખેલ સ્પર્ધા અગારા ઉ. પ્રાથમિક શાળામાં યોજાયો

લીમખેડા, લીમખેડા તાલુકા કક્ષાનો વોલીબોલ સાંસદ ખેલ સ્પર્ધા અગારા(ઉ)મુકામે યોજાયો હતો. જેમાં જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ સરતનભાઈ ચૌહાણે ખેલને લગતી માહિતી તેમજ સામાજિક અને જીવન ઉપયોગી યોગ્ય માહિતી આપી હતી. બધા વિભાગમાં 12 જેટલી ટીમોએ ભાગ લીધેલ હતો. તેમાં ઓપન ભાઈઓમાં આગારા એ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ હતો. તેમજ અંડર-17 માં અને ઓપનમાં બહેનોએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી લીમખેડા તાલુકાનું ગૌરવ વધારેલ છે. જેમાં શાળાના આચાર્ય કલસિંગભાઈ એચ રાવત, શાળા સ્ટાફ પરિવાર તથા સી.આર.સી કોર્ડીનેટર જશુભાઈ બામણીયાએ અભિનંદન સાથે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.