કાબુલ,
અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈના ભાઈ મહમૂદ કરઝાઈને તાલિબાનો દ્વારા કાબુલ એરપોર્ટ પર અટકાયતમાં લેવામાં આવ્યા છે. સ્થાનિક મીડિયા ખામા પ્રેસ અનુસાર, તાલિબાનની ગુપ્તચર એજન્સીએ તેને ત્યારે પકડી લીધો જ્યારે તે દુબઈ જતી એરિયાના એરલાઈન્સની લાઈટમાં સવાર હતા. આ પગલા પાછળનું કારણ પૂર્વ રાષ્ટ્રપતિ દ્વારા તાલિબાનની ટીકા માનવામાં આવે છે.
સ્થાનિક મીડિયા અનુસાર, મહમૂદ કરઝાઈની ધરપકડ પાછળ તેમના ભાઈ હામિદ કરઝાઈની રાજકીય ટિપ્પણીઓ કારણભૂત હોઈ શકે છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈ મહિલાઓના અધિકારોને અંકુશમાં લેવા માટે તાલિબાન સરકારની ટીકા કરતા હતા અને તેમણે તાલિબાનને ‘સમાવેશક’ સરકાર રચવા હાકલ કરી હતી.
મહમૂદ કરઝાઈ દક્ષિણ કંદહાર પ્રાંતના આધુનિક વ્યાપારી શહેર આઈનો મિનામાં મુખ્ય શેરહોલ્ડર છે. ખામા પ્રેસના અહેવાલ મુજબ પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ તેમના પર આઈનો મિના શહેરના નિર્માણ માટે સરકારી જમીન લેવાનો આરોપ લગાવ્યો હતો. કરઝાઈએ ??દેશમાં વધતી હત્યાઓ વચ્ચે પંજશીર ક્ષેત્રમાં રાષ્ટ્રીય પ્રતિકાર દળો (દ્ગઇહ્લ) અને અફઘાનિસ્તાનના ઈસ્લામિક અમીરાત વચ્ચેના સંઘર્ષ માટે તાલિબાનની ટીકા કરી હતી.