
- ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત
- જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા તારીખ જાહેર
- જુનિયર ક્લાર્ક ની ભરતી પરીક્ષા 8 જાન્યુઆરીના રોજ યોજાશે
- તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા આગામી 29 જાન્યુઆરીના રોજ યોજાશે
ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા રાજ્ય સરકાર હાલ અનેક જાહેરાત કરી રહી છે. આજે સવારે હોમગાર્ડ અને જીઆરડીના જવાનોના વેતનમાં વધારો કર્યા બાદ હવે જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા તારીખ જાહેર કરી દીધી છે. મહત્વનું છે કે, જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા 8 જાન્યુઆરીના રોજ યોજાશે. તો તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા આગામી 29 જાન્યુઆરીના રોજ યોજાશે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે આ જાહેરાત કરવામાં આવી છે.