- સંજેલીના થાળા પંચાયત ખાતે તલાટી સાથે ગ્રામજનો વચ્ચે ચડસા- ચડસી બાદ ગ્રામ સભા પૂર્ણ કરાઈ.
સંજેલી, સંજેલી તાલુકાના થાળા સંજેલી પંચાયત ઘર ખાતે તાલુકા કર્મચારી સરપંચ અને તલાટીની ઉપસ્થિતિમાં ગ્રામ સભા યોજાઇ હતી. જેમાં ગામના નિવૃત્ત શિક્ષક સબુરભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા આંગણવાડીથી ભીત ફળિયામાં મંજુર થયેલા રસ્તાની કામગીરી હજુ સુધી શરૂ કરવામાં આવી હતી. જુના રસ્તાઓ રિપેર કરવામાં આવતા નથી. શૌચાલયના લાભાર્થીઓને અંધારામાં રાખી અને વર્ષો જુના શૌચાલયનો નવા તરીકે ઉપયોગ થયો હોવાની રજૂઆત સાથે શૌચાલયની યાદી ગ્રામ પંચાયતના નોટિસ બોર્ડ પર મૂકવા રજૂઆત કરાઇ હતી. બે પંચાયત ઘરોમાં થયેલા દબાણો દૂર કરી અને મકાનો ખુલ્લા કરવા તેમજ નળ સે જળ યોજના હેઠળ ઘરે ઘરે સુધી પાણી માટે લોકોને હજુ સુધી રાહ જોવી પડે છે. જે તાત્કાલિક પાણી આપવા તેમજ બાકી રહેલા ઘરોમાં નળ કનેક્શન આપવા સહિતની ગ્રામજનો દ્વારા રજૂઆત કરાઈ હતી. ત્યારે તલાટીએ તમામ કામગીરી અને માહિતીઓ સરપંચના માથે ઢોળી દીધી હતી. તલાટીએ તમામ કામગીરીના પ્રશ્ર્નોના જ્વાબમાંથી હાથ અદ્ધર કરી દેતા ઉપસ્થિત ગ્રામજનો અને તલાટી જોડે થોડીવાર માટે તૂ તૂ મેં મેં સર્જાયા બાદ ગ્રામસભા પૂર્ણ થઈ હતી.
સંજેલી તાલુકાના થાળા ખાતે તાલુકા કર્મચારી સરપંચ અને તલાટીની ઉપસ્થિતિમાં ગ્રામ સભા યોજાઇ હતી. જોકે, આ દરમીયાન જૂના રસ્તા રિપેર કરવા, મંજૂર રસ્તાની કામગીરી કરવા અનેક વખત રજૂઆત પંચાયત તંત્ર દ્વારા વહેલી તકે કામગીરી કરવા રજૂઆતો કરવામાં આવી હતી. તો સાથે-સાથે શૌચાલયના લાભાર્થીઓને અંધારામાં રાખી અને વર્ષો જુના શૌચાલયનો નવા તરીકે ઉપયોગ થયો હોવાની ગ્રામસભામાં રજૂઆતો થઈ હતી. ત્યારબાદ બાકી રહેલા ઘરોમાં નળ કનેક્શન ક્યારે આવશે તેની રાહ જોતા જોતા આંખમાંથી આંસુ પણ આવી ગયા પણ પાણી હજી સુધી આવ્યું નહીં..? તેવા કટુ વચનો પણ ગ્રામ પંચાયતની મિટિંગમાં સાંભળવા મળ્યા હતા. જોકે, મીટીંગ દરમિયાન તલાટી મોબાઇલમાં વ્યસ્ત રહેલા હોવાનું જોવા મળતા ઉપસ્થિત સો કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.