તળાજાના પીપરલા ગામેથી રાત્રે ગુમ થયેલી ૧૬ વર્ષની સગીરાની લાશ તળાવમાંથી મળી

ભાવનગર, ભાવનગર જિલ્લાના તળાજા ખાતે છેલ્લા આઠેક મહીનાથી હીરા ઘસવાનું મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવવામાં આર્થિક મદદ કરતી પીપરલા ગામની ગતરાત્રે ગૂમ થઈ હતી.સગીરા લાપતા બન્યા પહેલા તેમની પાસેથી મોબાઈલ મળી આવ્યો હતો.રાત્રી અને દિવસ ની શોધખોળ દરમિયાન ગામના પાણી ભરેલા મોટા ખાડાની બહાર સગીરાના પડેલા ચપ્પલ ને લઈ તળાજા પાલિકાની ટીમે શોધી કાઢી હતી.

ચકચારી બનાવ અંગે મળતી વિગતો મુજબ તળાજાના પીપરલા ગામની કિંજલબેન શેફાભાઈ ચાવડા ની લાશ બપોર બાદ ગામના પાણી ભરેલા એક મોટા ખાડામાંથી મળી આવી હતી.લાશનું તળાજા ખાતે અલંગ પો.સ્ટેના હેડ.કો.હરદેવસિંહ એ પેનલ પી.એમ કરાવેલ. પોલીસ અને મૃતકના ભાઈ જયેશ શેફાભાઈ એ મીડિયા ને જણાવ્યું હતુંકે બહેન કિંજલ ઉ.વ ૧૬ ધો.૧૦ સુધી અભ્યાસ કરેલછે.બાદ છેલ્લા આઠ દસ મહિનાથી તળાજા ખાતે પાવઠી વાળા વીરેન્દ્રભાઈ ના કારખાને ભાઈ બહેન સાથે હીરાઘસવાનું મજૂરી કામ કરતા હતા.

પિતાની હયાતી ન હોય અને માતા બીમાર હોય માત્ર સોળવર્ષ ની ઉંમરે કિંજલ પરિવારનું ગુજરાન ચલાવતા ભાઈ સાથે હીરા ઘસવા જતી હતી. ગઈકાલ રાત્રે સગીર બહેન પાસેથી મોબાઈલ મળી આવ્યો હતો. એ મોબાઇલ સાથે હીરાઘસતા માખણીયા ના લાલભાઈ નામના વ્યક્તિ એ આપેલ હોવાનું બહેન એ જણાવ્યું હોવાનો મોટાભાઈ જયેશ એ દાવો કર્યો હતો. મોબાઈલ મળ્યા બાદ રાત્રે બારેક વાગ્યા બાદ બહેન લાપતા બની હતી.રાત્રી દરમિયાન શોધખોળ બાદ સવારે અલંગ પોલીસ ને જાણ કરી હતી.

જેમાં આજે શોધખોળ દરમિયાન પાણી ભરેલા ખાડા પાસેથી ચપ્પલ જોવા મળતા તળાજા પાલિકા ની ફાયર ટિમ ને જાણ કરતા લાશને બહાર કાઢવામાં આવી હતી.આ ઘટનાની જાણ થતાં પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારૈયા, સરપંચ ભૂતપભાઈ પંડ્યા તથા ગામના લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા.પી.એમ કરનાર તબીબે જણાવ્યું હતુંકે ફેફસામા પાણી ભરાઈ જવાના કારણે મૃત્યુ થયુ છે.અલંગ પોલીસ દ્વારા સગીરા ને આપેલ મોબાઈલ અને સગીરા ને આત્મહત્યા કરવા મજબુર શામાટે થવું પડયુ તે અંગે ઇન્વેસ્ટગેશન કરવામાં આવશે.