તાઇવાનમાં એક જ રાતમાં ભૂકંપના ૮૦ ઝટકા અનુભવાયા,ભય ફેલાયો

તાઈપેઈ, થોડા દિવસ પહેલા આવેલા ભૂકંપના મોટા ઝટકાથી હજુ તો તાઇવાન ઊભર્યુ નહોતુ, ત્યાં ફરી એક જ રાતમાં તાઇવાનમાં ૮૦ જેટલા ઝટકા અનુભવાયા છે. સોમવારે તાઈવાનની પૂર્વીય કાઉન્ટી હુઆલીનમાં ૬.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.દેશમાં આવેલો આ સૌથી શક્તિશાળી ભૂકંપ હતો. તાઇવાનની રાજધાની રાતથી વહેલી સવાર સુધી ભૂકંપથી પ્રભાવિત થઈ હતી. સેન્ટ્રલ મીટીરોલોજીકલ એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું કે સૌથી મોટો ૬.૩-તીવ્રતાનો ભૂકંપ પૂર્વીય હુઆલીનમાં આવ્યો હતો.

સેન્ટ્રલ મીટીરોલોજીકલ એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર, પ્રથમ તીવ્ર ભૂકંપ ૫.૫ની તીવ્રતા સાથે આવ્યો હતો. તે સોમવારે સ્થાનિક સમય મુજબ સાંજે ૫:૦૮ વાગ્યે (ભારતીય સમય મુજબ રાત્રે ૧૦ વાગ્યે) આવ્યો હતો. રાજધાની તાઈપેઈમાં આ આંચકો અનુભવાયો હતો.

તાઈપેઈમાં પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ પછી રાત્રે ૨:૩૦ વાગ્યે (ભારતીય સમય મુજબ ૧૨:૦૦ વાગ્યે) એક પછી એક બે જોરદાર આંચકા અનુભવાયા હતા. તાઈપેઈના દાન જિલ્લામાં રહેતા એક પ્રવાસી ઓલિવિયર બોનિફેસિયોએ કહ્યું કે મને લાગ્યું કે મને ચક્કર આવી રહ્યા છે. “હું મારા રૂમમાં ગયો અને જોયું કે બિલ્ડિંગ ધ્રૂજી રહ્યી હતી અને મેં ડેસ્કને હલતા જોયુ” તેણે કહ્યું. પછી તેને સમજાયું કે તે બીજો ઝટકો હતો.

સેન્ટ્રલ મીટીરોલોજીકલ એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું કે સવારે ૨:૨૬ વાગ્યે ૬.૦ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, ત્યારબાદ છ મિનિટ પછી ૬.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. યુએસ જીઓલોજિકલ સર્વેએ તેને પહેલા ૬.૧, પછી ૬.૦ પર મૂક્યું. ૩ એપ્રિલના રોજ ૭.૪ તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર હતું. જેના કારણે પર્વતીય વિસ્તારની આસપાસ ભૂસ્ખલન અને રસ્તાઓ બંધ થયા હતા. ઉપરાંત મુખ્ય હુઆલીન શહેરની ઇમારતોને ખરાબ રીતે નુક્સાન થયું હતું. અગાઉ આવેલા ધરતીકંપમાં ઓછામાં ઓછા ૧૭ લોકો માર્યા ગયા હતા. હુઆલીનના અગ્નિશમન વિભાગે જણાવ્યું હતું કે તાજેતરમાં આવેલા ધરતીકંપને કારણે થતી કોઈપણ આફતોનું નિરીક્ષણ કરવા માટે ટીમો મોકલવામાં આવી હતી. બપોરે ૨:૫૪ વાગ્યે તેઓએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ નથી.

તાઈવાનમાં વારંવાર ધરતીકંપ આવે છે કારણ કે તે બે ટેક્ટોનિક પ્લેટના જંક્શન પર સ્થિત છે. ૩ એપ્રિલના ધરતીકંપ પછી સેંકડો આટરશોક્સ આવ્યા હતા, જેના કારણે હુઆલીનની આસપાસ ખડકો પડી ગયા હતા. ૧૯૯૯ પછી તાઈવાનમાં તે સૌથી ગંભીર ભૂકંપ હતો, જ્યારે ટાપુ પર ૭.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ટાપુના ઈતિહાસની સૌથી ભયંકર કુદરતી આફતમાં ૨,૪૦૦ લોકો માર્યા ગયા સાથે મૃત્યુઆંક ઘણો વધારે હતો.