
મુંબઇ, કરીના કપૂર અને સૈફ અલી ખાન બે બાળકોના માતા-પિતા છે. આ કપલ તેમના બાળકોની ખૂબ જ નજીક છે. કરીના કપૂરે વર્ષ ૨૦૧૬માં તેના મોટા દીકરા તૈમૂરને જન્મ આપ્યો હતો. બાળકને જન્મ આપ્યા પછી કપલે બાળકનું નામ તૈમૂર જણાવતા તેના પર ખૂબ જ કંટ્રોવર્સી થઈ હતી.
એક રિપોર્ટ અનુસાર કરીનાએ તૈમૂરના નામ પર કંટ્રોવસી વિશે જણાવ્યું છે કે, ‘મને નથી લાગતું કે કોઈપણ માતા-પિતાએ આ તમામ બાબતોનો સામનો કરવો પડ્યો હશે. ટ્રોલિંગનું કારણ શું હતું, તે હું હજુ સુધી સમજી સકી નથી. કોઈપણ વ્યક્તિ કોઈને હર્ટ કરવા નથી માંગતી. મને લાગી રહ્યું છે કે, તમામ લોકો પાસે બોલવાની આઝાદી છે. આપણે શું કરવા માંગીએ છીએ, તેની પણ આઝાદી છે. હું અને સૈફ આ તમામ બાબતમાં વિશ્ર્વાસ રાખીએ છીએ.’
કરીનાએ વધુમાં જણાવ્યું છે કે, ‘તૈમૂરનો અર્થ આયર્ન મેન થાય છે. સૈફના બાળપણના મિત્રનું નામ તૈમૂર હતું અને સૈફને આ નામ ખૂબ જ ગમતું હતું. સૈફે વિચારીને જ રાખ્યું હતું કે, જ્યારે પણ તેને દીકરો થશે, તો તેનું નામ તૈમૂર રાખશે. આ કારણોસર તૈમૂર નામ રાખ્યું છે.’ કરીનાને જ્યારે ખબર પડી કે, તૈમૂરનો અર્થ આયર્ન મેન થાય છે, તો તેણે વિચાર્યું કે, તેને પણ આયર્ન મેનની જ એક સ્ટ્રોન્ગ દીકરો જોઈતો હતો. કરીનાએ સ્પષ્ટતા કરી હતી કે, તેમના દીકરાનું નામ તૈમૂર કોઈપણ ઐતિહાસિક વ્યક્તિના સંદર્ભમાં નથી. જ્યારે દીકરાના નામ પર ટ્રોલિંગ કરવામાં આવ્યું તે ખૂબ જ શોક્ડ હતી.
કરીનાએ તે સમયને ટ્રોમેટિક ગણાવ્યો હતો અને જણાવ્યું હતું કે, ‘તે સમય ખૂબ જ મુશ્કેલ હતો, પરંતુ મને એવું લાગે છે કે, મે અને સૈફે ખૂબ જ ડિગ્નિટી સાથે તે બાબતને હેન્ડલ કરી હતી’ કરીના કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો કરીના ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવા જઈ રહી છે. બેબો વેબ સીરિઝ જાને જાનમાં જોવા મળશે.