તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં રૂપિયા ૨૦નો વધારો, સિંગતેલના ડબ્બાનો ભાવ રુપિયા ૩૧૦૦ નજીક પહોંચ્યો

Rajkot : તહેવારો આવતા પહેલા ફરી એક વાર તેલના ભાવમાં આગ ઝરતી તેજી (Price hike) જોવા મળી રહી છે. એક તરફ રક્ષાબંધન અને પછી સાતમ-આઠમના તહેવારો નજીક આવી રહ્યા છે. તેમ તેમ ખાદ્ય તેલોમાં ભડકો થતો જઇ રહ્યો છે. સિંગતેલના (groundnut oil) ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. સિંગતેલના ભાવમાં રૂપિયા 20નો વધારો થયો છે.

મધ્યમવર્ગના લોકોને અસર કરતા સમાચાર સામે આવ્યા છે. એક તરફ શાકભાજી અને કઠોળના ભાવમાં વધારો થઇ રહ્યો છે. ત્યાં હવે સિંગતેલના ભાવમાં ફરી એક વખત ભડકો થયો છે. જેના પગલે સિંગતેલના ડબ્બાનો ભાવ રુપિયા 3100ની નજીક પહોંચ્યો છે. તો સાથે જ તહેવારોમાં તેલના ભાવ ઘટવાની શક્યતા નહીંવત જોવા મળી રહી છે. આ સાથે જ કપાસિયા તેલનો ભાવ 1735 અને સરસવ તેલનો ભાવ 1710 રૂપિયા થયો છે.