અમદાવાદ, રાજ્યમાં વધતી જતી મોંઘવારી વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સિંગતેલના ભાવમાં ફરી એકવખત ભડકો થયો છે. આજે સિંગતેલના ડબ્બાના ભાવમાં વધારો થયો છે. સીગતેલના ભાવમાં ફરી વધારો થતાં ગૃહીણીઓમાં દેકારો બોલી ગયો છે. સિંગતેલના ભાવો વધતા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. સિંગતેલના ભાવમાં રૂપિયા ૨૦નો વધારો થયો છે. જે બાદ સિંગતેલના ડબ્બાનો ભાવ ૨૮૯૦ રૂપિયાએ પહોંચી ગયો છે.
નવા વર્ષની શરૂઆતથી જ ખાદ્ય તેલોના ભાવે માઝા મૂકી હતી. સિંગતેલ, કપાસિયા તેલના ભાવનો ગ્રાફ સતત વધી રહ્યો હતો. લોકો માટે તેલ ખાવુ મોંઘુ બની રહ્યું છે. આવામાં ફરી એકવાર મોંઘવારીનો માર પડ્યો છે. તેલના ભાવમાં ફરીથી વધારો ઝીંકાયો છે. ગુજરાતની ગૃહિણીઓનું ફરી એક વખત બજેટ ખોરવાયું છે. તહેવારોની સિઝન પહેલા જ સિંગતેલના ભાવમાં વધારો થયો છે. સિંગતેલના ભાવમાં રૂપિયા ૨૦નો વધારો થયો છે. જેથી સિંગતેલ ડબ્બાનો ભાવ ૨૮૯૦ થયો છે.
આ ઉપરાંત કપાસિયા તેલનો ભાવ ૧૭૩૦ રૂપિયા થયો છે. જ્યારે પામોલીન તેલના ડબ્બાનો ભાવ ૧૪૬૫ રૂપિયા થયો છે. શ્રાવણ માસ શરૂ થાય તે પૂર્વે તેલના ડબ્બાના ભાવમાં વધારો થયો છે. તેલના વધતા જતા ભાવને લઈને ગરીબ અને મમય વર્ગના લોકોને હવે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
જૂનની શરૂઆતમાં સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. ૨૭૨૦ હતો અને જુલાઈની શરૂઆતમાં આ જ ડબ્બાનો ભાવ રૂ. ૨૮૭૦નો થયો છે. આમ એક જ મહિનામાં સિંગતેલના ડબ્બામાં રૂ.૧૫૦થી વધુનો ભાવ વધારો થયો છે. તો આજે ફરી સિંગતેલના ભાવ વધતા ડબ્બાની કિંમત રૂ.૨૮૯૦એ પહોંચી ગઈ છે.