’ટાડા’નો અપરાધી પેરોલનો હકદાર નહીં: બોમ્બે હાઈકોર્ટ

નાગપુર,

બોમ્બે હાઈકોર્ટની નાગપુર પીઠે આતંકવાદી અને વિધાનકારી ગતિવિધિ કાનૂન (ટાડા) અંતર્ગત દોષી ઠરેલ એક કેદીને પેરોલ આપવાનો ઇન્કાર કરી દીધો છે. અદાલતે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં નિયમો અંતર્ગત આતંકવાદ સાથે જોડાયેલા અપરાધ પેરોલના હકદાર નથી. પીઠે ૨ ડિસેમ્બર ૨૦૨૨ના અમરાવતી કેન્દ્રીય કારાગારમાં આજીવન કારાવાસની સજા કાપી રહેલ દોષી હસન મહેંદી શેખની એ અરજીને ફગાવી દીધી હતી, જેમાં તેણે પોતાની બીમાર પત્નીને જોવા માટે પેરોલની માંગ કરી હતી.

શેખને ’ટાડા’ સહિત અનેક અપરાધો માટે દોષી ઠેરવાયો હતો. બાદમાં શેખે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે નિયમોમાં એક વિશિષ્ટ જોગવાઈ છે, જે ટાડા અંતર્ગત દોષીને નિયમિત પેરોલનો લાભ આપવા માટે અયોગ્ય ઠરાવે છે એ સ્પષ્ટ છે કે એ કેદીઓને નિયમિત પેરોલ પર છોડવા પર પ્રતિબંધ છે, જે આતંકવાદી અપરાધો અંતર્ગત દોષી ઠર્યા છે. ટાડા આતંકવાદ સાથે સંકળાયેલા અપરાધોના બારામાં છે.