વિશ્વ પ્રસિદ્ધ તબલાવાદક અને પદ્મ વિભૂષણ ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન થયું છે. તેમની સાન ફ્રાન્સિસ્કોમાં સારવાર ચાલી રહી હતી. ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમનો જન્મ 9 માર્ચ, 1951ના રોજ મુંબઈમાં થયો હતો. ઉસ્તાદ ઝાકિર હુસૈનને 1988માં પદ્મશ્રી, 2002માં પદ્મ ભૂષણ અને 2023માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
ઝાકિર હુસૈનને ત્રણ ગ્રેમી એવોર્ડ પણ મળ્યા હતા. તેમના પિતાનું નામ ઉસ્તાદ અલ્લાહ રખા કુરેશી અને માતાનું નામ બીવી બેગમ હતું. ઝાકીરના પિતા અલ્લાહ રખા પણ તબલા વાદક હતા. ઝાકિર હુસૈને તેમનું પ્રારંભિક શિક્ષણ મુંબઈના માહિમની સેન્ટ માઈકલ સ્કૂલમાંથી મેળવ્યું હતું. આ ઉપરાંત મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી પણ ગ્રેજ્યુએશન કર્યું હતું.ઝાકિર હુસૈને માત્ર 11 વર્ષની ઉંમરે અમેરિકામાં પોતાનો પહેલો કોન્સર્ટ કર્યો હતો. 1973માં તેમણે પોતાનું પહેલું આલ્બમ ‘લિવિંગ ઇન ધ મટિરિયલ વર્લ્ડ’ લોન્ચ કર્યું.
ઉસ્તાદ ઝાકિર હુસૈન સપાટ જગ્યા જોઈને આંગળીઓ વડે ધૂન વગાડવા માંડતા ઝાકિર હુસૈનને નાનપણથી જ ધૂન વગાડવાનો શોખ હતો. તે કોઈપણ સપાટ જગ્યા શોધી લેતા અને આંગળીઓ વડે ધૂન વગાડવાનું શરૂ કરતા. તપેલી, વાસણ અને થાળી તેમને જે મળતું તેના પર હાથ ફેરવવા લાગતા.શરૂઆતના દિવસોમાં ઉસ્તાદ ઝાકિર હુસૈન ટ્રેનમાં મુસાફરી કરતા હતા. પૈસાના અભાવે તે જનરલ કોચમાં ચડતા હતા. જો તેમને બેઠક ન મળે, તો તે ફ્લોર પર અખબારો ફેલાવીને સૂઈ જતા. આ સમયગાળા દરમિયાન તબલાને કોઈનો પગ ન અડે તે માટે તે તેને ખોળામાં લઈને સૂઈ જતા હતા.
12 વર્ષની ઉંમરે તેમને 5 રૂપિયા મળ્યા, જેની કિંમત સૌથી વધુ હતી ઝાકિર હુસૈન જ્યારે 12 વર્ષના હતા ત્યારે તે તેમના પિતા સાથે કોન્સર્ટમાં ગયા હતા. પંડિત રવિશંકર, ઉસ્તાદ અલી અકબર ખાન, બિસ્મિલ્લાહ ખાન, પંડિત શાંતા પ્રસાદ અને પંડિત કિશન મહારાજ જેવા સંગીતના દિગ્ગજોએ તે કોન્સર્ટમાં હાજરી આપી હતી.ઝાકિર હુસૈન તેમના પિતા સાથે સ્ટેજ પર ગયા હતા. પ્રદર્શન પુરુ થયા બાદ ઝાકિરને 5 રૂ. એક ઈન્ટરવ્યૂમાં આ વાતનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું- મેં મારા જીવનમાં ઘણા પૈસા કમાયા છે, પરંતુ તે 5 રૂપિયા સૌથી કિંમતી હતા.