તારક મહેતા’માં સોઢીની ભૂમિકા ભજવનાર ગુરુચરણ સિંહ ફરીથી સિરિયલમાં કમબેક કરશે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક્ટર ગુરુચરણ સિંહ આ વર્ષની શરૂઆતમાં ગુમ થયા બાદ પહેલી વખત મુંબઈ પરત ફર્યો હતો. એક્ટરને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો હતો. ગુરુચરણ સિંહ લોરલ શર્ટ અને બ્લેક પેન્ટમાં જોવા મળ્યો હતો. શોમાં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવનાર એક્ટરે પેપરાઝી સાથે વાત કરી હતી અને શોમાં વાપસીને લઈને જણાવ્યું હતું.

ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા એક વીડિયોમાં પેપરાઝીએ ગુરુચરણ સિંહને પૂછ્યું હતું કે શું તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની પ્રોડક્શન ટીમે તેમનું બાકીનું પેમેન્ટ કરી દીધું છે, એક્ટરે જવાબ આપ્યો હતો કે, હા તેમને લગભગ બાકી રહેલ તમામ પેમેન્ટ ચૂકવી દીધું છે.

જ્યારે પૈપારાઝીએ અભિનેતાને પૂછ્યું કે શું તે શોમાં પરત ફરશે. તો ગુરુચરણે જવાબ આપ્યો, ’ભગવાન જાણે છે, હું કંઈ જાણતો નથી. જેવી જાણ થશે , હું તમને કહીશ.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ એક્ટર ગુરુચરણ સિંહ ઉર્ફ રોશન સિંહ સોઢી ૨૨ એપ્રિલથી ગુમ હતો અને લગભગ એક મહિના પછી પોતાના ઘરે પાછો ફર્યો હતો. ડીસીપી સાઉથ વેસ્ટ દિલ્હી રોહિત મીનાએ એક અપડેટ આપ્યું હતું અને કહ્યું હતું કે કેટલીક સમસ્યાનો સામનો કરી રહ્યો હતો જેને કારણે તે ધામક યાત્રા પર જતો રહ્યો હતો.