મુંબઇ, ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હાલ વિવાદમાં છે. એક પછી એક તેમાં કામ કરી ચૂકેલા કલાકારો શો સામે અવાજ ઉઠાવી રહ્યા છે. જેનિફર મિસ્ત્રી બાદ હવે આ શોમાં કામ કરી ચૂકેલી અન્ય એક અભિનેત્રી પણ સામે આવી છે અને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હાલ વિવાદમાં છે. એક પછી એક તેમાં કામ કરી ચૂકેલા કલાકારો શો સામે અવાજ ઉઠાવી રહ્યા છે. જેનિફર મિસ્ત્રી બાદ હવે આ શોમાં બાવરીની ભૂમિકા ભજવતી અભિનેત્રી મોનિકા ભદૌરિયા સામે આવી છે. મોનિકાએ કહ્યું કે તેને સેટ પર ખુબ ટોર્ચર કરવામાં આવતી હતી. એટલું જ નહીં તેણે એવો પણ દાવો કર્યો કે મેર્ક્સે જબરદસ્તીથી તેની પાસે કોન્ટ્રાક્ટ સાઈન કરાવ્યો જેથી કરીને તે શો અંગ મીડિયામાં જઈને કશું બોલી શકે નહીં.
પિંકવિલાને આપેલા એક ઈન્ટરવ્યુમાં મોનિકાએ કહ્યું કે હું ખુબ કૌટુંબિક ત્રાસદીઓમાંથી પસાર થઈ રહી હતી. મે ખુબ જ ઓછા સમયમાં મારી માતા અને મારી દાદા બંનેને ગુમાવી દીધા હતા. માતા અને દાદીના ગયા બાદ મને એવું લાગતું હતું કે હવે મારા જીવનમાં કશું બચ્યું નથી. આ દરમિયાન તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માટે પણ હું કામ કરતી હતી. મારી પરેશાનીઓ સમજવાની જગ્યાએ મને ટોર્ચર કરવાનું શરૂ કરી દીધુ હતું. તેઓ કહેતા હતા, તમારા પિતાનું તો મૃત્યુ થઈ ગયું હતું, અમે તમને પૈસા આપ્યા જેથી કરીને બીમાર માતાની સારવાર થઈ શકે. તેમના આ શબ્દો મને ખુબ પરેશાન કરવા લાગ્યા હતા. એવું લાગવા માંડ્યું હતું કે મારે આત્મહત્યા કરી લેવી જોઈએ.
બાગાની પ્રમિકા બાવરીની ભૂમિકા ભજવનારી અભિનેત્રી મોનિકા ભદૌરિયાએ વર્ષ ૨૦૧૯માં મેર્ક્સ સાથે અણબનાવના પગલે શો છોડ્યો હતો. પરંતુ ત્યારે તેણે અસિત મોદી વિરુદ્ધ કશું કહ્યું નહી. કેમ? વાત જાણે એમ છે કે મોનિકાએ જણાવ્યું કે જ્યારે મે શો છોડ્યો હતો ત્યારે કોઈએ મારો સાથ આપ્યો નહતો. ત્યારબાદ મે મીડિયાનો સંપર્ક કરવાની કોશિશ કરી. જ્યારે મીડિયાએ મારી સાથે વાત કરવાનું ઈચ્છ્યું ત્યારે શોના મેર્ક્સે મારી પાસે બોન્ડ સાઈન કરાવી લીધા. તેણે કહ્યું જ્યારે હું મીડિયામાં કશું ન બોલવાનું વચન આપીશ, તો જ તેઓ મારા બાકી પૈસા મને આપશે.
મોનિકાએ વધુમાં એમ પણ કહ્યું કે મે તેમના કહેવા પર કોન્ટ્રાક્ટ તો સાઈન કરી લીધો હતો પરંતુ તેમણે લગભગ દોઢ વર્ષ સુધી મારા પૈસા ન આપ્યા. ત્યારબાદ મે શોના પ્રોડક્શન હેડ સોહેલ રોમાનીને ફોન કર્યો. તેમણે કહ્યું કે આવો બેસીને વાત કરીએ. પોતાની ઓફિસ બોલાવીને સોહેલે મારા પર બૂમો પાડવાનું શરૂ કરી દીધુ. મે કહ્યું કે વાહ બધુ તમારા પક્ષમાં, અમે ગાળો પણ ખાઈએ, ટોર્ચર પણ ઝેલીએ અને તમે પૈસા પણ ન આપો. ત્યારે સોહેલે ફરિયાદ ન કરવાનું કહ્યું અને મારા પૈસા આપ્યા.