તા.7 થી તા.16 જુલાઈ સુધી મહોરમના પવિત્ર દિવસો હોવાથી વ્હોરા વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત તથા પેટ્રોલિંગની દાહોદના વોર્ડ-1ના કાઉન્સિલર દ્વારા માંગ કરાઈ

દાહોદ નગરપાલિકા વોર્ડ નંબર-1ના કાઉન્સિલર દ્વારા દાહોદ જીલ્લા પોલીસ અધિક્ષકને રજુઆત કરી. જેમાં જણાવવામાં આવ્યું કે, દાઉદી વ્હોરા સમાજના પવિત્ર મહોરમના દિવસો તા. 7.7.2024 થી તા.16.7.2024 નારોજ સુધી મસ્જિદોમાં, હોલમાં સવારમાં તથા રાતિના સમયમાં કથા તથા ખુદાની ઇબાદત કરતા હોય છે, તે દરમ્યાન વ્હોરા સમાજના લોકો બધા મસ્જિદોમાં હોવાથી ચોરી કે લુંટફાટ જેવી ઘટનાઓ ના બને તેના અનુસંધાને વ્હોરા સમાજના મહોલ્લાઓમાં શેરીઓમાં સખત પોલીસ બંદોબસ્ત તેમજ પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે. વધુમાં જણાવવાનું કે, અગાઉ આ શેરીઓ કે મહોલ્લામાં ચોરીના બનાવ બનેલા હોય જેના કારણે વ્હોરા સમાજના નાગરીકોને ભય રહે છે. તેથી જીલ્લા પોલીસ અધિક્ષકને ખાસ વિનંતી કરી મોહરમના પવિત્ર દિવસોમાં ભય વગર ખુદાની ઇબાદત કરી શકીએ. જેમાં વ્હોરા સમાજની શેરીઓ તથા મહોલ્લાઓઓ જેવા કે, હોટલ રામા વિસ્તાર, મોહંમદી સોસાયટી, જરૂવાલા ચાલ, ઇમાદી મસ્જિદ, ઓલ્ડ બુરહાની બાગ, બુરવાની હાઉસિંગ સોસાયટી, ફાતેમી બાગ, તાહેરી હોલ, અલેકીયા સોસાયટી, હકીમી સોસાયટી, નુર મશેલ્લા, ફરીદા-રી-હાઉસ, એકલવ્ય સોસાયટી મેઇન રોડ, બુરવાની બાગ વગેરે વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવાની માંગ કરવામાં આવી છે.