તા.27/07/2024ન ના રોજ વાંદરીયા પશ્ચિમ પ્રા.શાળામાં મિશન લાઈફ ડે અને ઈકો ક્લબની ઉજવણી કરવામાં આવી

સૌ પ્રથમ વાંદરીયા શાળા આચાર્ય આર.એસ.ડામોર અને આ.શિ. એલ.વી.કલાસવા દ્વારા નર્સરી માંથી અંદાજે 50 જેટલા અલગ અલગ છોડવા લાવી આચાર્ય દ્વારા ગુલાબનો છોડ રોપી ઈકો ક્લબ અંતર્ગત વૃક્ષારોપણ શરૂઆત કરી. ત્યારબાદ તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર શાળામાં આશોપાલવ, જામફળી, જાંબુ, ગુલાબ, જાસૂદ, મહેંદી, સફેદ, લાલ, પીળી બોગનવેલ, મીઠી લીમડી વગેરે પચાસેક જેવા છોડવાઓ રોપવામાં આવ્યા. છેલ્લે આ.શિ. વી.ડી.ડામોર દ્વારા વૃક્ષારોપણ કરી વૃક્ષોની માવજત કરવી અને આજે હવાનું પ્રદૂષણ તથા ગ્લોબલ વોર્મિંગ વિશે વિદ્યાર્થીઓને સમજાવી વૃક્ષો નું આપણા જીવનમાં મહત્વ સમજાવ્યું..

મિશન લાઈફ ડે અંતર્ગત આ.શિ. આર.એફ.બામણિયા અને આ.શિ. એમ.એમ.પ્રજાપતિ દ્વારા બાલવાટિકા થી ધોરણ 5 ના વિદ્યાર્થીઓને ફુગ્ગા ફુલાવવા, ચિત્રકામ, ચિત્રો માં રંગપૂરણી, સ્ટોન દ્વારા ચિત્રોની જીવંતતા, મહેંદી હરીફાઈ વગેરે જેવી પ્રવૃત્તિ કરવામાં આવી. છેલ્લે આ.શિ. વી.સી.કોલચા દ્વારા આભારવિધિ કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરી આવ્યો.