ખેડા જીલ્લાના નાગરીકોએ તા.24/07/2024ના રોજ યોજાનાર ગ્રામ સ્વાગત કાર્યક્રમમાં અરજી કરવા તથા આ કાર્યક્રમમાં ભાગ લેવા માટેની અરજી તેઓના ગામે આપવાની રહેશે. તેમજ પોતાના પડતર પ્રશ્ર્નોની રજુઆત કરવા અંગેની અરજી તા.10/07/2024 સુધીમાં ગ્રામ સ્વાગત કાર્યક્રમમાં ” મારી અરજી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લેવી ” તેવા મથાળા હેઠળ સબંધિત ગામના તલાટી કમ મંત્રીને સંબોધીને કરવાની રહેશે. તેમજ અરજીમાં પોતાનો મોબાઈલ નંબર ફરજીયાત પણે દર્શાવવાનો રહેશે. આ કાર્યક્રમમાં ન્યાયીક તુલ્ય બાબતો, કોર્ટ મેટર, સ્ટે. (મનાઈ હુકમ), અપીલો, માહિતી અધિકાર અધિનિયમ, આકારણીને લગતા પ્રશ્ર્નો તેમજ નોકરી, પેન્શન, રહેમરાહે નોકરીને લગતી બાબતોનો સમાવેશ કરવામાં આવશે નહી. જેની નોંધ લેવા જન સંપર્ક અધિકારી, ખેડા-નડિયાદ દ્વારા જણાવાયુ છે.