નડિયાદ, લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત તા. 07 મે ના રોજ મતદાન યોજાનાર છે ત્યારે ખેડા જીલ્લામાં તા. 01-04-2024ની સ્થિતિએ કુલ 8782 મતદારોનો વધારો નોંધાયો છે. હાલ તા.01-04-2024ની સ્થિતિએ ખેડા જીલ્લામાં કુલ 8,20,826 પુરૂષ મતદારો, કુલ 7,96,116 મહિલા મતદારો, કુલ 93 અન્ય મતદારો એમ કુલ 16,17,035 મતદારો છે.
નવા મતદોરોનો ઉમેરો થતા જીલ્લામાં 18-19 વયજૂથમાં કુલ 39,774 યુવા મતદારો, 20-29ની વયજૂથમાં કુલ 3,47,603 મતદારો, 30-39 વયજૂથમાં કુલ 3,57,206 મતદારો, 40-49ની વયજૂથમાં કુલ 3,28,543 મતદારો, 50-59 વયજૂથમાં કુલ 2,55,950 મતદારો, 60-69ની વયજૂથમાં કુલ 1,71,985 મતદારો, 70-79ની વયજૂથમાં કુલ 84,650 મતદારો અને 80થી વધુના વયજૂથમાં કુલ 31,324 મતદારો નોંધાયા છે.
જેમાં વિધાનસભા બેઠક દીઠ 115-માતર વિધાનસભા બેઠક પર કુલ 2,53,312 મતદારો, 116-નડિયાદ બેઠક પર કુલ 2,75,058 મતદારો, 117-મહેમદાવાદ બેઠક પર કુલ 2,55,421 મતદારો, 118-મહુધા બેઠક પર કુલ 2,55,957 મતદારો, 119-ઠાસરા બેઠક પર કુલ 2,73,891 મતદારો અને 120-કપડવંજ બેઠક કુલ પર 3,03,396 મતદારો નોંધાયા છે.