તા. 05 મી મે ના રોજ દાહોદ ખાતે રન ફોર વોટ યોજાશે

દાહોદ, આગામી તા.07/05/2024 (મંગળવાર)ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણીનું મતદાન થનાર છે. જેમાં દાહોદ જીલ્લાના તમામ મતદારો મતદાનને પોતાની નૈતિક ફરજ સમજી અવશ્ય મતદાન કરે તથા તેઓ લોકશાહીના આ મહાપર્વમાં ભાગીદાર બને તે માટે મતદાર જાગૃતિના ભાગરૂપે આગામી તા.05/05/2024 ના રોજ દાહોદ શહેરમાં સવારે 06:30 કલાકે સીટી ગ્રાઉન્ડ ખાતેથી “RUN FOR VOTE” નું આયોજન કરવામાં આવ્યું છે.

આ રન ફોર વોટનું પ્રસ્થાન સીટી ગ્રાઉન્ડ દાહોદથી નીકળી તાલુકા શાળા, યાદગાર ચોક, ભગીની સમાજ સર્કલ, એમ.વાય.હાઇસ્કૂલ, વિશ્રામ ગૃહ થઈ સિટીગ્રાઉન્ડ ખાતે સમાપન થશે. દાહોદના તમામ નગરજનોને આ રન ફોર વોટ કેમ્પેનમાં જોડાવા નાયબ જીલ્લા ચુંટણી અધિકારી હેતલ વસૈયા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.