
- રોહિત-સૂર્યાએ કર્યો જોરદાર ડાન્સ,વડાપ્રધાને ટીમની મુલાકાત લીધી અને શુભેચ્છા પાઠવી
ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪નો ખિતાબ જીતીને ભારતીય ટીમ આજે સ્વદેશ પહોંચી છે.રોહિત શર્માની સેના, સહાયક સ્ટાફ અને મીડિયાકર્મીઓ ઘરે પરત ફર્યા હતા. વાસ્તવમાં, વર્લ્ડ ચેમ્પિયન ટીમ હરિકેન બેરીલના કારણે બાર્બાડોસમાં ફસાઈ ગઈ હતી. જો કે, બીસીસીઆઈએ તરત જ તેને પરત ફરવાની વ્યવસ્થા કરી અને ભારતીય ટીમ ગુરુવારે સવારે ૬ વાગ્યે દિલ્હી પહોંચી હતી ભારતીય ટીમ લગભગ એક મહિના બાદ સ્વદેશ પરત ફરી છે. આટલા લાંબા સમય સુધી પરિવારથી દૂર રહ્યા બાદ ભારતીય ખેલાડીઓ ભાવુક થઈ ગયા હતા. બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને રોમાંચક મેચમાં સાત રનથી હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરીને ભારતે ૨૦ ઓવરમાં સાત વિકેટ ગુમાવીને ૧૭૬ રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકા ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૬૯ રન બનાવી શકી હતી.
આ જીત સાથે, ભારતે તેના ૧૧ વર્ષના આઇસીસી ટ્રોફીના દુષ્કાળનો અંત કર્યો છે ટીમ ઈન્ડિયા ૧૬ કલાકની લાંબી મુસાફરી બાદ સવારે ૬ વાગ્યે દિલ્હી પહોંચી હતી. અહીં ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ચાહકો તેની એક ઝલક મેળવવા માટે ઉત્સુક જોવા મળ્યા હતાં અને વિમાની મથકે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઇ ગયા હતાં કેપ્ટન રોહિત શર્મા પોતાના આખા પરિવાર સાથે આઇટીસી મૌર્ય હોટેલ પહોંચ્યો હતો . અહીં તે પત્ની રિતિકા સજદેહ અને પુત્રી સમાયરા સાથે જોવા મળ્યો હતો. વિરાટ કોહલીનો આખો પરિવાર તેમના સ્વાગત માટે હોટલ પહોંચી ગયો હતો આ દરમિયાન કોહલી તેને જોઈને ભાવુક થઈ ગયો હતો.કિંગ કોહલીએ તેમના ભત્રીજા અને ભત્રીજીઓને મેડલ અર્પણ કર્યો હતો તેની બહેન ભાવના કોહલી ઢીંગરાએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ તેની પત્ની સાથે એરપોર્ટની બહાર જોવા મળ્યો હતો. તે દેવીશા સાથે ખૂબ જ ખુશ દેખાતો હતો.
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા દિલ્હી પહોંચ્યા પછી બસમાંથી ઉતરીને હોટલની અંદર જઈ રહ્યા હતા ત્યારે તેમણે ભાંગડા કરીને પોતાની ખુશી વ્યક્ત કરી, ત્યારે સુર્યકુમાર યાદવે પણ ભાંગડા કર્યા. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ દિલ્હી એરપોર્ટથી બહાર નીકળતી વખતે ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની ટ્રોફી હાથમાં પકડી હતી, જેમાં તેણે ચાહકોને પણ બતાવી હતી. જ્યાં ટીમ ઇન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ૠષભ પંત દિલ્હીથી પરત ફરતી વખતે ટી૨૦ વર્લ્ડ કપની ટ્રોફી લઈને હોટલની અંદર પહોંચ્યો હતો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બાર્બાડોસથી દિલ્હી પરત ફરતી વખતે પ્લેનની અંદર મસ્તી કરતા તમામ ખેલાડીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે, જેમાં કેપ્ટન રોહિત શર્માથી લઈને ૠષભ પંત અને હાદક પંડ્યા ટી ૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ની ટ્રોફી સાથે મસ્તી કરતા જોવા મળે છે.
ભારતીય ટીમને દિલ્હીની આઈટીસી મૌર્ય હોટલમાં રાખવામાં આવી હતી અહીં તેમના સ્વાગત માટે ટીમ ઇન્ડિયાની જર્સીના રંગની કેક તૈયાર કરવામાં આવી હતી જેમાં ટ્રોફી બતાવવામાં આવી હતી આ કેક ચોકલેટમાંથી બનાવવામાં આવી હતી ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આ ખાતે કેક કાપી હતી હોટલેથી નિકળ્યા બાદ ભારતીય ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પીએમ હાઉસ પહોંચી હતી આ પ્રસંગે વડાપ્રધાન આવ્યા ત્યારે ટ્રોફી એક કેબિનેટ પર રાખવામાં આવી હતી ત્યારબાદ પુરી ટીમે વડાપ્રધાન સાથે તસવીર પડાવી હતી રોહિત અને દ્રવિડ વડાપ્રધાનને ટ્રોફી સોંપી હતી તેની પાછળ જય શાહ અને બીસીસીઆઇ અધ્યક્ષ રોજર બિન્ની ઉભા હતાં ત્યારબાદ ખેલાડીઓને એક મીટીંગ હોલમાં બેસાડવામાં આવ્યા હતાં વડાપ્રધાન ખુદ અહીં હાજર હતાં અને ખેલાડીઓની સાથે વાત કરતા હતાં આ સમયે ખુબ હસી મજાક થયા હતાં મોદીએ ચહલ સામે ઇશારો કર્યો હતો આથી ટીમ હસવા લાગી હતી.
ત્યારબાદ એક પછી એક ખેલાડીઓએ પોતાના અનુભવ અને યાત્રા અંગે વડાપ્રધાનને માહિતી આપી હતી અહીં નાસ્તો રાખવામાં આવ્યો હતો ભારતીય ખેલાડીઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વચ્ચે વાતચીત દરમિયાન ખુબ જ હસી મજાક થયા હતાં વડાપ્રધાને ટીમના ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી આથી ખુબ જ આનંદીત માહોલ ઉભો થયો હતો વડાપ્રધાને ટીમ ઇન્ડિયાએ વિશ્ર્વકપ જીત્યો ત્યારે પણ સુકાની રોહિત શર્મા સાથે ટેલીફોન પર વાતચીત કરી શુભેચ્છા પાઠવી હતી એ યાદ રહે કે જયારે વનડે વિશ્ર્વકપની ફાઇનલ ભારત પરાજીત થઇ હતી ત્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને મળવા પહોંચી ગયા હતાં અને સાંત્વના આપી હતી