ટી ૨૦ વર્લ્ડ કપ બાદ હવે ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વેનો પ્રવાસ કરશે

રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ બાર્બાડોસની ધરતી પર તિરંગો લહેરાવી દીધો છે, ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૪નો ખિતાબ જીતી લીધો છે. ટી૨૦ના નવા ચેમ્પિયન બન્યા બાદ ભારતીય ટીમની પ્રથમ ટુર ઝિમ્બાબ્વેની છે. આ પ્રવાસ પર ભારતને ૫ મેચની ટી૨૦ સીરિઝ રમવાની છે. ભારતીય ટીમનો ઝિમ્બાબ્વે પ્રવાસ ૬ જુલાઈથી શરુ થશે. આ સીરિઝની છેલ્લી મેચ ૧૪ જુલાઈના રમાશે.

બીસીસીઆઈએ આ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે, શુભમન ગિલ ભારતીય ટીમનો કેપ્ટન છે. ટી૨૦ વર્લ્ડકપ બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સીનિયર ખેલાડીઓએ આ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. તેમજ સ્કવોડમાં સામેલ કુલ ૧૫માંથી ૩ ભારતીય શિવમ દુબે, સંજુ સેમસન અને યશસ્વી જ્યસ્વાલ આ પ્રવાસ પર જશે. જ્યારે બાકીના ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.

બીસીસીઆઈએ આ પ્રવાસ માટે ટીમની જાહેરાત પણ કરી દીધી છે. ઝિમ્બામ્વે પ્રવાસ માટે આઈપીએલ સ્ટાર રિયાન પરાગ અને અભિષેક શર્મા જેવા ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે. તો રિઝર્વ ખેલાડીઓમાં રિંકુ સિંહ અને ખલીલ અહમદને સ્થાન મળ્યું છે.જો તમે ભારત અને ઝિમ્બામ્વે વચ્ચે રમાનારી ટી૨૦ મેચ ટીવી પર ડીડી સ્પોર્ટસ પર જોઈ શકશો.તમામ મેચ હરારેના સ્પોર્ટ્સ ક્લબ મેદાનમાં રમાનારી છે. જેનું શેડ્યૂલ આ મુજબ છે.

ભારત –જ ઝિમ્બાબ્વે સિરિઝ શેડ્યૂલ

૬, જુલાઈ: પ્રથમ ટી ૨૦ મેચ

૭, જુલાઈ: બીજી ટી ૨૦ મેચ

૧૦, જુલાઈ: ત્રીજી ટી ૨૦ મેચ

૧૩, જુલાઈ: ચોથી ટી ૨૦ મેચ

૧૪, જુલાઈ: પાંચમી ટી ૨૦ મેચ

ભારતીય ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિવમ દુબે, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્ર્નોઈ, અવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર , તુષાર દેશપાંડે.