વુમન્સ ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ માટે ભારતે ટીમની જાહેરાત કરી દીધી છે. હરમનપ્રીત કૌરની કેપ્ટન્સી વાળી ટીમ ઈન્ડિયામાં અનુભવી ખેલાડીઓની સાથે સાથે યંગ પ્લેયર્સને પણ તક મળી હતી. સ્મૃતિ મંધાના અને શૈફાલી વર્મા ટીમ ઈન્ડિયામાં શામેલ છે. રાધા યાદવ અને જેમિમા રોડ્રિગ્ઝને પણ ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી છે.
વુમન્સ ટી૨૦ વિશ્ર્વ કપ ૨૦૨૪ની શરૂઆત ૩ ઓક્ટોબરથી થઈ રહી છે. ભારતની પહેલી મેચ ન્યૂઝીલેન્ડ મહિલા ટીમ સાથે છે. આ મેચ ૪ ઓક્ટોબરે રમાશે. આ ટૂર્નામેન્ટનું આયોજન યુએઈમાં થશે.
ભારતે હરમનપ્રીત કૌરને કેપ્ટન્સી સોંપી છે. ટીમ ઈન્ડિયાએ સ્મૃતિ મંધાના, શૈફાલી વર્મા અને દીપ્તિ શર્માને તક આપી છે. તેની સાથે સાથે જ જેમિમા રોડ્રિગ્સ, ૠચા ઘોષ અને યષ્ટિકા ભાટિયાને પણ તક મળી છે. પૂજા વાકર, રેણુકા સિંહ, હેમલતા, શોભના અને રાધા યાદવને પણ તક આપવામાં આવી છે. ટૂર્નામેન્ટમાં ભારતની પહેલી મેચ ન્યૂઝલેન્ડ સામે છે. આ મેચ દુબઈમાં રમાશે. ટીમ ઈન્ડિયા કુલ ૪ ગ્રુપ મેચ રમશે. તેમાંથી ૩ મેચ દુબઈમાં અને એક મેચ શારઝાહમાં રમાશે.
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાનના (વાઈસ કેપ્ટન), શૈફાલી વર્મા, દીપ્તિ શર્મા, જેમિમા રોડ્રિગ્સ, ૠચા ધોષ (વિકેટકીપર), યાસ્ટિકા ભાટિયા (વિકેટકીપર), પૂજા વાકર, અરંધતિ રેડ્ડી, રેણુકા સિંહ ઠાકોર, દયાલન હેમલતા, આશા શોભના, રાધા યાદવ, શ્રેયંકા પાટિલ સજના સજીવન.
રિઝર્વ પ્લેયર્સ
ઉમા છેત્રી, તનુજા કંવર અને સાઈમા ઠાકોર