દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ આમને સામને છે. બન્ને ટીમોનું લક્ષ્ય પહેલીવાર T-20 વર્લ્ડકપ જીતવાનું હશે.આજે ટી20 ફોર્મેટમાં નવું ચેમ્પિયન મળશે. આ પહેલા બન્ને ટીમો 2015ના વનડે વર્લ્ડકપમાં ફાઇનલમાં આમને સામને થઇ હતી. હજુ સુધી ઓસ્ટ્રેલિયા કે ન્યૂઝીલેન્ડ પણ વાર ચેમ્પિયન નથી બન્યું. ઓસ્ટ્રલિયા વનડે વર્લ્ડકપમાં પાંચ વારનુ ચેમ્પિયન રહી ચૂક્યુ છે. 2015 અને 2019ના વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડની ટીમ રનરઅપ રહી હતી. ફાઇનલ પહેલા ન્યૂઝીલેન્ડની ટીમને મોટો ફટકો પડ્યો છે. ન્યૂઝીલેન્ડનો બેટ્સમેન ડેવોન કોનવે આજની મેચમાંથી બહાર થયો છે.
ઓસ્ટ્રેલિયાનો સ્કોર 125/2
14 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્સકોર બે વિકેટના નુકશાન પર 125 રન છે. મિચેલ માર્શ 60 અને ગ્લેન મેક્સવેલ 1 રન બનાવીને રમી રહ્યો છે.
મિચેલ માર્શની ફિફ્ટી
મિચેલ માર્શે 31 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી ફિફ્ટી રન પૂરા કર્યાં.
વોર્નરની ફિફ્ટી
ડેવિડ વોર્નરે 34 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 50 રન પૂરા કર્યાં. 11 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 97/1
10 ઓવર પૂરી
10 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર એક વિકેટના નુકશાન પર 82 રન છે. ડેવિડ વોર્નર 45 અને મિચેલ માર્શ 30 રન બનાવીને રમી રહ્યાં છે.
ઓસ્ટ્રેલિયાના 50 રન પૂરા
7 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 1 વિકેટે 50 રન છે. ડેવિડ વોર્નર 24 અને મિચેલ માર્શ 19 રન બનાવીને ક્રીઝ પર છે.
ઓસ્ટ્રેલિયાની પહેલી વિકેટ પડી
ત્રીજી ઓવરના ત્રીજા બોલ પર ન્યૂઝીલેન્ડને પહેલી સફળતા મળી. એરોન ફિંચને ટ્રેંટ બોલ્ટે ડેરિલ મિચેલને હાથે કેચઆઉટ કરાવ્યો.
ઓસ્ટ્રેલિયાને જીત માટે મળ્યો 173 રનનો ટાર્ગેટ
કેન વિલિયમસન આઉટ
કેપ્ટન વિલિયમસન 85 રન બનાવીને આઉટ થતા ન્યૂઝીલેન્ડને ચોથો ફટકો પડ્યો છે.
NZનો સ્કોર 144/2
17 ઓવર પૂરી થઈ ગઈ છે. ન્યૂઝીલેન્ડે હાલ બે વિકેટના નુકસાને 144 રન કર્યા છે. ૮૧ રને કેન વિલિયમસન અને ૧૮ રને ગ્લેન ફિલિપ્સ ક્રિઝ પર છે.
વિલિયમસનની અદ્ભુત બેટિંગ
ન્યૂઝીલેન્ડે 16 ઓવરના અંત બાદ બે વિકેટે 136 રન કર્યા હતા. ૭૭ રને કેન વિલિયમસન અને ૧૫ રને ગ્લેન ફિલિપ્સ ક્રિઝ પર છે. સ્ટાર્કની ઓવરમાં વિલિયમસને ચાર ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા.
NZનો સ્કોર 114/2
15 ઓવર પૂ રી થયા બાદ ન્યૂઝીલેન્ડનો સ્કોર 2 વિકેટના નુકશાન પર 114 રહ્યો છે. કેન વિલિયમસન 55 અને ગ્લોન ફિલિપ્સ 15 રન બનાવીને ક્રીઝ પર છે.
NZનો 2 વિકેટ પર 100ને પાર સ્કૉર, વિલિયમસનની અડધી સદી
14 ઓવર પર ન્યૂઝીલેન્ડનો સ્કૉર 2 વિકેટના નુકસાને 102 રન છે. કેન વિલિયમસન 54 અને ગ્લેન ફિલિપ્સ 4 રન બનાવીને ક્રિઝ પર છે. કેન વિલિયમસને સતત 2 છગ્ગા લગાવીને 31 બોલ પર પોતાના 50 રન પૂર્ણ કર્યા.
NZની બીજી વિકેટ પડી
12મી ઓવરના પહેલા બોલ પર ન્યૂઝીલેન્ડની બીજી વિકેટ પડી છે. માર્ટિન ગુપ્ટિલને એડમ જામ્પાએ માર્કસ સ્ટોઇનિસના હાથે કેચ આઉટ કરાવ્યો. ગુપ્ટિલે 35 બોલ પર 28 રનની ધીમી ઇનિંગ રમી. જોકે, કેન વિલિયમસન અને ગ્લેન ફિલિપ્સ ક્રીઝ પર છે.
NZનો સ્કૉર 50 રનને પાર
9 ઓવરની સમાપ્તિ બાદ ન્યૂઝીલેન્ડનો સ્કૉર એક વિકેટના નુકસાને 51 રન છે. માર્ટિન ગુપ્ટિલ 24 અને કેન વિલિયમસન 15 રન બનાવીને ક્રીઝ પર છે. માર્શની આ ઓવરમાં 11 રન આવ્યા.
NZનો સ્કૉર – 30/1
5મી ઓવરની સમાપ્તિ બાદ ન્યૂઝીલેન્ડનો સ્કોર 1 વિકેટના નુકસાને 30 રન છે. માર્ટિન ગુપ્ટિલ 17 અને કેન વિલિયમસન 1 રન બનાવીને રમી રહ્યા છે. ગુપ્ટિલને જીવનદાન મળી ચૂક્યું છે.