ટી ૨૦ ક્રિકેટને ઉંમર સાથે કંઇ લેવાદેવા નથી’, સફળતાને લઇ સૌરવ ગાંગુલીએ રિષભ પંતને ગુરૂમંત્ર આપ્યો

મુંબઇ, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું માનવું છે કે સફળ ક્રિકેટર થવા માટે ફક્ત ત્રણ વસ્તુઓ (પ્રતિભા, ક્ષમતા, કૌશલ)નું હોવું મહત્વપૂર્ણ છે. તેમનું એવું પણ માનવું છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ગયા વર્ષે લાગુ કરવામાં આવેલા ઈમ્પેક્ટ પ્લેયર નિયમથી ટૂર્નામેન્ટ પર કોઈ ફરક નથી પડી રહ્યો.

સૌરવ ગાંગુલીનું કહેવું છે કે સારા ઓલરાઉન્ડર્સ માટે હંમેશા પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનેલી રહે છે. સૌરવ ગાંગુલીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ૠષભ પંત માટે પણ ગુરૂમંત્ર આપ્યો. સૌરવ ગાંગુલી દિલ્હી કેપિટલ્સના મેન્ટર પણ છે.

સૌરવ ગાંગુલીએ જણાવ્યું કે ૠષભ પંતને એક સારા ટી૨૦ બેટ્સમેન બનાવા માટે શું ફેરફાર કરવા જોઈએ. સૌરવ ગાંગુલીએ કહ્યું, ખુલીને રમો, છક્કા મારો બીજુ કંઈ નહીં. છક્કા મારવા ખૂબ જ જરૂરી છે. કોઈ ડર વગર રમવા અને છગ્ગા મારવા જોઈએ. ટી૨૦ ક્રિકેટમાં આ સૌથી મહત્વપૂર્ણ વિચાર છે. તમે ટ્રેવિસ હેડને જોઈ રહ્યા છોને? પહેલા બોલથી જ ગુમાઈને મારે છે.

સૌરવ ગાંગુલીએ કહ્યું, આપણે બધા જાણીએ છીએ કે પંત સિક્સ મારી શકે છે. મોટા મોટા છક્કા મારે છે. કોટલા નાનો છે તો બસ છગ્ગા મારે. સૌરવ ગાંગુલીને વિશ્ર્વાસ છે કે ૠષભ પંત ભારતની ૧૫ સદસ્યોની ટીમનો ભાગ હશે. જોકે તેમણે કહ્યું છે કે તે જોવું રસપ્રદ હશે કે તે કયા નંબર પર બેટિંગ કરશે.

ટી૨૦ ક્રિકેટ ફક્ત યુવાઓ માટે છે તેવા સિદ્ધાંતને ફગાવતા સૌરવ ગાંગુલીએ કહ્યું, આ યુવા કે વૃદ્ધ માટે કંઈ નથી. આ તેના પર છે છે કે તમે કેટલા સારા છો અને આ વસ્તુ જ મહત્વપૂર્ણ છે. કહેવાનો મતલબ છે કે કોઈ પાક્કો નિયમ છે. ફક્ત ટેલેન્ટ, એબિલિટી એન્ડ પરફોર્મન્સનો જ પાક્કો નિયમ છે.

સૌરવ ગાંગુલીએ કહ્યું, એમએસ ધોનીને જોવો, તે બે ઓવર બેટિંગ કરે છે અને ચાર છગ્ગા લગાવે છે. હું ઈચ્છુ છું કે તે હજુ વધારે સમય સુધી બેટિંગ કરે. પરંતુ જોવો તે કેટલા સારા છે.આઇપીએલમાં ઈમ્પેક્ટ પ્લેટર ૨૦૨૩માં લાગુ કરવામાં આવ્યો હતો. પરંતુ આ સીઝન તેના પર ચર્ચા થઈ રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા સહિત ઘણા ક્રિકેટર્સનું કહેવું છે કે આ નિયમના કારણે ઓલરાઉન્ડર રમતમાંથી બહાર થઈ જશે